વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજની આજે તૃતીય પુણ્યતિથિ

સનાતન હિંદુ ધર્મ અને જગતના ધર્મો એ જેને સાધુતાની ચરમસીમા કહી છે, તે આ મહાપુરુષ

સાધુતા એ માત્ર કોઈ વેશભૂષા નથી. એ તો એક આધ્યાત્મિક અનુભૂતિ છે. વસ્ત્રો ભગવા કરવાનું તો પહેલા અને આજે પણ સરળ રહ્યું છે. પરંતુ હૈયુ ભગવું કરીને, સાધુતાને રોમરોમમાં પચાવીને, ભગવાન સાથે એકતાર થઈ જવાનું દુર્ગમ અને દુર્લભ છે. ક્યારેક એમ લાગે છે કે, કળિયુગમાં એવી સાધુતાની ઝાંખી પણ મળવી દુર્લભ છે. પરંતુ પ્રમુખસ્વામી મહારાજનું દર્શન અને તેમનો સત્સંગ કરતાં અનુભવાય છે કે, સનાતન હિંદુ ધર્મ અને જગતના ધર્મો એ જેને સાધુતાની ચરમસીમા કહી છે, તે આ મહાપુરુષ છે. સાધના કરીને નહીં, જન્મજાત તેમનામાં એ સાધુતાની મહેક મહેકી છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે મોક્ષના દ્વાર સમાન ગુણાતીત સત્પુરુષનાં લક્ષણો વર્ણવીને સાધુતાનું શિખર બતાવ્યું છે. પ્રમુખસ્વામી મહારાજ એટલે સાધુતાનું એવું શિખર, જેમના શરીર પર ખુદ ભગવું વસ્ત્ર સાર્થકતા પામે છે. એમની સાધુતા એટલે સદગુણોનો સાગર. પ્રમુખસ્વામી મહારાજના સહવાસમાં છેલ્લા ૫૦ કરતાય વધુ વર્ષોથી રહીને તેમને નિકટથી જોનારા વરિષ્ઠ સંતોને પૂછવામાં આવ્યું : ’૫૦ વર્ષ પહેલા આપ પ્રમુખ સ્વામી મહારાજ ને પહેલી વખત મળ્યા, ત્યારે તેઓ ગુરુપદે નહોતા, તે સમયે પણ અને આજે પણ તમે તેઓને નિરખો છો.

જગતના માંધાતાઓ ની સતત સન્માનવર્ષા વચ્ચે પ્રમુખસ્વામી મહારાજ અને તેમના પ્રચંડ પુરુષાર્થથી સંસ્થાના જગપ્રસિદ્ધ કાર્યો સાથે સતત વધતી જતી વિશ્વવ્યાપી ગરિમા, એ આજની પરિસ્થિતિ છે.

પોતાના ગુરુ પ્રમુખસ્વામી મહારાજનો મહિમા સમજતા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ તથા સમગ્ર સંતો હરિભક્તો આજે તૃતીય પુણ્યતિથિએ તેઓના ચરણોમાં શત શત વંદન કરે છે.

તા.૨૨-૧૧-૧૯૩૯ અમદાવાદમાં બ્રહ્મસ્વરૂપ શાીજી મહારાજના હસ્તે પાર્ષદી દીક્ષા…

તા.૧૦-૧-૧૯૪૦ ગોંડલ અક્ષરદેરીમાં બ્રહ્મસ્વરૂપ શાીજી મહારાજે ભાગવતી દીક્ષા આપી ‘નારાયણસ્વરૂપ દાસ’ નામ ધારણ કરાવ્યું.

unprecedented-response-from-viewers-to-'let-it-go'-crosses-more-than-a-silver-jubilee
unprecedented-response-from-viewers-to-‘let-it-go’-crosses-more-than-a-silver-jubilee

કારમાં દુષ્કાળમાં રાહતકાર્યો કરતા સ્વામીજી

ગુજરાતના કારમાં દુષ્કાળમાં સ્વામીએ વિરાટ પાયે દુષ્કાળ રાહતકાર્યો કર્યા. હજારો પશુઓને નવું જીવન આપવા વિશાળ પાયે વૈજ્ઞાનિક અભિગમી કેટલ કેમ્પસ્ કર્યાં.

a-quiet,-simple-and-spiritual-personality-means-president-swami-maharaj
a-quiet,-simple-and-spiritual-personality-means-president-swami-maharaj

વલ્લભવિદ્યાનગર ખાતે ૩૬,૦૦૦ બાળકો-યુવાનોની આંતરિક શક્તિઓને ખીલવતો અપૂર્વ આંતરરાષ્ટ્રીય બાળ-યુવા મહોત્સવો યોજયા.

a-quiet,-simple-and-spiritual-personality-means-president-swami-maharaj
a-quiet,-simple-and-spiritual-personality-means-president-swami-maharaj

‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’ દ્વારા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર-લંડનને વિશેષ બહુમાન.

(આંધ્રપ્રદેશના વિનાશક પૂરમાં સેવાકાર્ય)

a-quiet,-simple-and-spiritual-personality-means-president-swami-maharaj
a-quiet,-simple-and-spiritual-personality-means-president-swami-maharaj

પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર સારંગપુર ખાતે સંવત ૨૦૭૨ના શ્રાવણ સુદ દશમના રોજ સાંજે ૬:૦૦ વાગ્યે અક્ષરધામગમન કર્યું.

a-quiet,-simple-and-spiritual-personality-means-president-swami-maharaj
a-quiet,-simple-and-spiritual-personality-means-president-swami-maharaj

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.