- એક્સપાયર રસપટ્ટી સહિત 35 કિલો વાસી બેકરી પ્રોડક્ટનો ટીપરવાનમાં નાશ નોટિસ ફટકારાય: સાહેબ લસ્સી એન્ડ ગોલામાંથી 10 કિલો વાસી માવાનો જથ્થો મળી આવ્યો
કોર્પોરેશન આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે હાથ ધરવામાં આવેલા ચેકીંગ અંતર્ગત શહેરના જંક્શન પ્લોટ વિસ્તારમાં શ્રી રાજશક્તિ ડેરી ફરસાણ એન્ડ સ્વિટ માર્ટમાંથી 35 કિલો વાસી બેકરી પ્રોડક્ટનો જથ્થો પકડાયો હતો. જેનો નાશ કરી નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત સાહેબ લસ્સી એન્ડ ગોલામાંથી વાસી માવાનો 10 કિલો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરવામાં આવ્યો હતો.
આજે ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના વાવડી વિસ્તારમાં ખાણીપીણીની 21 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 17 ખાદ્ય સામગ્રીના નમૂનાનું સ્થળ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું અને 21 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી. સર્વેલન્સ ચેકીંગ દરમિયાન જ્યુબેલી મેઇન રોડ પર પોલીસ ચોકીની સામે આવેલા સાહેબ લસ્સી એન્ડ ગોલામાં તપાસ કરવામાં આવતા 10 કિલો વાસી માવાનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરી નોટિસ આપવામાં આવી છે. જંક્શન પ્લોટ શેરી નં.5/9 કોર્નર પર આવેલી શ્રી રાજશક્તિ ડેરી ફરસાણ એન્ડ સ્વિટ માર્ટમાં ચેકીંગ દરમિયાન બેકરી પ્રોડક્ટ અને રસપટ્ટીનો એક્સપાયર થયેલો 35 કિલો જેટલો જથ્થો મળી આવ્યો હતો. જેનો ટીપરવાનમાં નાશ કરવામાં આવ્યો છે. પેઢીને યોગ્ય સ્ટોરેજ અને હાઇજેનીંગ ક્ધડીશન જાળવી રાખવા માટે નોટિસ આપવામાં આવી છે.
વાવડીમાં ચેકીંગ દરમિયાન શ્રીનાથજી પ્રોવિઝન સ્ટોર્સ, રાજ ચામુંડા ડેરી ફાર્મ, પટેલ ડેરી ફાર્મ, શિવ ડેરી એન્ડ જનરલ સ્ટોર, સુમરા પ્રોવિઝન, જીજે-03 ફેન્સી ઢોસા, બાલાજી જનરલ સ્ટોર, રઘુનંદન જનરલ સ્ટોર, શિવ ફાર્મસી, ઉમા ફ્લોર મીલ, મોગલ કોલ્ડ્રિંક્સ, લક્ષ્મી પ્રોવિઝન, બાલાજી કોલ્ડ્રિંક્સ, રામ નાસ્તા હાઉસ, ઉમિયાજી ડેરી, ખોડિયાર ડેરી, મોવૈયા આઇસ્ક્રીમ, પટેલ પ્રોવિઝન, કિરણ લક્ષ્મી કિરાણા, દેવ પાણીપુરી, ભાગ્યલક્ષ્મી ફરસાણને નોટિસ આપવામાં આવી છે.
ચાર સ્થળેથી કેરીના રસ અને મેંગો પલ્પના નમૂના લેવાયા
ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના અલગ-અલગ ચાર સ્થળોએ લૂઝ કેરીના રસ અને પેકીંગમાં વેંચાતા મેંગો પલ્પના નમૂના લેવામાં આવ્યા હતા. ગાયત્રી નગર-4/10માં બોલબાલા માર્ગ પર આવેલા શ્રી સિતારામ વિજય પટેલ આઇસ્ક્રીમ એન્ડ ડેરી ફાર્મમાંથી લૂઝ કેરીનો રસ, કોઠારિયા કોલોનીમાં ગરબી ચોકમાં મેઘમિલન ડેરી પ્રોડક્ટમાંથી લૂઝ કેરીનો રસ, પંચનાથ પ્લોટ-15માં નવરંગ સિઝન સ્ટોર્સમાંથી લૂઝ કેરીનો રસ, 4-સરદારનગર કોર્નર પર પરીન ફ્રોઝન ફૂડમાંથી પરીન આલ્ફાન્ઝો ફ્રોઝન મેંગો પલ્પના નમૂના લેવામાં આવ્યા હતા.