કુલ રૂપિયા 6.5 કરોડની કિંમતનો વિદેશી સિગરેટનો જથ્થો ઝડપી લેતું ડીઆરઆઈ
ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ મુંદ્રા બંદર પરથી રૂ. 6.5 કરોડની વિદેશી મૂળની સિગારેટ જપ્ત કરી છે, એમ અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા મુજબ ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈ અમદાવાદના અધિકારીઓએ મુંદ્રા પોર્ટ પર એક આયાતી માલસામાનને અટકાવ્યો હતો. ક્ધસાઈનમેન્ટને ’ઓટો એર ફ્રેશનર’ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને તેને જેબેલ અલી પોર્ટ પરથી મોકલવામાં આવ્યું હતું.
માલની વિગતવાર તપાસ દરમિયાન અધિકારીઓએ નોંધ્યું કે ક્ધટેનરમાં પેલી હરોળ અ પેકેજો ઘોષિત માલના હતા એટલે કે “ઓટો એર ફ્રેશનર” હતા. જો કે અન્ય તમામ પેકેજોમાં વિદેશી મૂળની સિગારેટ હતી.
આમાંની મોટાભાગની વિદેશી મૂળની સિગારેટ પર “મેડ ઇન તુર્કી”ના નિશાન હતા. તે મુજબ પંચનામાની કાર્યવાહી હેઠળ કુલ 32.5 લાખ સિગરેટ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી સિગારેટની કિંમત આશરે 6.5 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.