ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સમય એ જ વડોદરા નજીક સીધરોડ ગામમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે જેની તપાસ માટે ATS અને FSLનો સ્ટાફ પહોંચ્યો છે.
વડોદરા શહેરના છેવાડે આવેલા સિંધરોડ ગામના એક ફાર્મ હાઉસ ની પાછળ ખેતરમાં ગોડાઉન બનાવીને એમડી ડ્રગ્સ બનાવવામાં આવતો હતો ગોદામમાં એટીએસની ટીમે રાત્રિના સમયે દરોડો પાડ્યો પોલીસને બાતમી મળી હતી કે અહીં એમજી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા ચાલુ છે જેના આધારે એટીએસની ટીમે વડોદરા જિલ્લા પોલીસની ટીમની મદદ સાથે આ ગોડાઉન પર રેડ કરી હતી.
હાલ એટીએસ અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો તથા ચારથી પાંચ લોકોની અટકાયત કરી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે હાલ પોલીસ દ્વારા આ ડ્રગ્સ ક્યાંથી લઈ આવવામાં આવતું હતું અને અહીંયા તેમાં શું પ્રોસેસ કરાતી હતી સાથે જ અહીંથી કેટલી-કેટલી જગ્યાએ આ ડ્રગ્સનો જથ્થો સપ્લાઈ કરવામાં આવતો હતો તે દિશામાં પણ તપાસ શરૂ થઈ છે.