જખૌનો ચરસનો જથ્થો અને થરાદથી પકડાયેલ નવ લાખનાં પોરા ડોડાનું એક જ કનેકશન

કોરોના વાયરસની મહામારીમાં સમગ્ર વિશ્વ સપડાયું છે ત્યારે માદક પદાર્થની હેરાફેરી કરતા ડ્રગ્સ માફિયાઓ સક્રિય બન્યા હોય તેમ જખૌના દરિયામાંથી રૂા.૨૪ લાખની કિંમતનો ચરસનો જંગી જથ્થો બિનવારસી મળી આવ્યો છે ત્યારે બનાસકાંઠાનાં થરાદ નજીકથી રૂા.૯ લાખની કિંમતનો પોરાડોડા સાથે રાજસ્થાનનાં બે શખ્સોને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. કચ્છનાં જખૌ અને બનાસકાંઠાનું થરાદ વિસ્તાર દરિયાઈ અને જમીન રસ્તે પાકિસ્તાનની બોર્ડર હોવાથી પાકિસ્તાનનાં ડ્રગ્સ માફીયાઓ દ્વારા માદક પદાર્થોને ઘુસાડવામાં આવતો હોવાની શંકા સાથે પોલીસ અને રાજયનાં એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી છે.

કચ્છના જખૌના ક્રિક વિસ્તારમાંથી આશરે રૂ.૨૪ લાખની કિંમતના ચરસના ૧૬ જેટલા પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડાધામ મચી જવા પામી છે. થોડા દિવસો પહેલા તંત્ર દ્વારા સૌરાષ્ટ્રના દરિયા કિનારેાથી આતંકવાદી પ્રવૃત્તિ થવાના ઈનપુટ આપવામાં આવ્યા હતા. તેવી સ્થિતિ વચ્ચે મળેલા ચરસના આ પેકેટ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જો કે કચ્છના દરિયાકાંઠે છેલ્લા કેટલાક સમયાી ચરસ સહિતના નશીલા પર્દાોની હેરાફેરીના કેસો વધ્યા છે. ત્યારે આ પેકેટ પણ સીમાપારના કોઈ ડ્રગ માફિયા તત્વો દ્વારા દરિયામાં ફેંકાયા હોવાની શક્યતા એજન્સીઓ વ્યક્ત કરી રહી છે.

આજે પુર્વ બાતમીના આધારે જખૌના ક્રિક વિસ્તારમાં આવેલ શેખરણપીર ટાપુ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ચરસના ૧૬ પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટ દરિયામાંથી તરતા-તરતા ક્રિક વિસ્તારમાં આવ્યા હોવાની આશંકા દર્શાવાઈ છે. પોલીસની ટીમ દ્વારા આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હા ધરાયું છે. અગાઉ પણ જખૌના દરિયાઈ વિસ્તારમાં કરોડોના ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. ત્યારે ફરી નાપાક પ્રવૃતિ થઈ રહી હોવાનું સપાટી પર આવી છે. એકતરફ સમગ્ર ભારતમાં લોકડાઉનની પરિસ્થિતિ છે, બીજીતરફ ચરસનો જથ્થો પકડાયો છે. ત્યારે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. આ ડ્રગ્સ સામે પારાથી મોકલાયા છે કે કેમ તે એક પ્રશ્ન ઉભો થયો છે. એક થયા બીજી રીતે દરિયાઈ વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે. હજુ થોડા દિવસો પુર્વે દરિયાઈ વિસ્તારમાં ધુસણખોરી થવાની શક્યતાને લઈને એલર્ટ અપાયું હતું અને તમામ એજન્સીઓ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ હાથ ધરાયું હતું.  આજે જ્યારે ચરસના પેકેટ પકડાયા છે. ત્યારે કાંઠાળ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. નલીયા, કોઠારા, જખૌ, દયાપર, નારાયણ સરોવર, મરીન પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. સીમા સુરક્ષા અને જખૌ કોસ્ટગાર્ડ દ્વારા પણ આંતરરાષ્ટ્રીય, જળસીમા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

પશ્ચિમ કચ્છના પોલીસ વડા સૌરભ તોલંબીયાનાના જણાવ્યા પ્રમાણે બાતમીના આધારે આ પેકેટ મળ્યા છે. બાતમીદારને ઈનામ પણ આપવામાં આવશે. તેવું તેમણે ઉમેર્યું હતું. ચરસના આ પેકેટની કોઈને ડીલીવરી આપવાની હતી કે પછી સરહદની સુરક્ષાની ચકાસણી કરવા માટે નાપાક તત્વોનું આ કારસ્તાન છે? તેવા સવાલનો જવાબ શોધવા એજન્સીઓ માામણ કરી રહી છે. સરહદી રેન્જની ટુકડીએ રાદ નજીક ૯ લાખની કિંમતનો પોશડોડાનો જથ્થો પકડી પાડયો હોવાનું જાણવા મળે છે. રેન્જ આઈ.જી. સુભાષ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ અને આર.આર.સેલની ટીમે બેવટા ગામે પોશડોડાનો જથ્થો ૩૨૪ કિલો કિંમત ૯,૭૨,૪૫૦ તેમજ કાર કબ્જે કરી હતી. આ બનાવમાં રાજસ્થાનના બિરબલકુમાર ઉર્ફે બલવીર બાબુલાલ બિશ્નોઈ અને શ્રવણકુમાર ઉર્ફે સન્નુ તાજારામ જાટ વિરુઘ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેવું રીડર પીઆઈ એ.ડી.સુારે જણાવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.