પ્રેગ્નેંસીએ એક જટિલ પ્રક્રિયા છે. પછી ભલે તે માનવ હોય કે પશુ-પક્ષી, જો થોડી પણ બેદરકારી અથવા હોર્મોનલ ડિસબ્લેન્સ હોય, તો તેની અસર સીધી બાળક ઉપર પડે છે. હાલમાં ઓક્લાહોમાની એક જાનવરોની હોસ્પિટલે તેના ફેસબુક પેજ પર એક વિચિત્ર કુતરાના બચ્ચાની તસવીર શેર કરી છે. આ ગલુડિયાનો જન્મ 16 ફેબ્રુઆરીએ થયો હતો. જન્મ સમયે, તેનું વજન ફક્ત 300 ગ્રામ હતું. પરંતુ સૌથી વિચિત્ર વાત એ છે કે, તેના 2 વધારાના પગ અને એક વધારાની પૂંછડી હતી. પપ્પીનું નામ સ્કીપર રાખવામાં આવ્યું છે. ડોક્ટરોએ સ્કિપરના જન્મ બાદ તેને જીવિત રાખવાની સંભાવનાને નકારી કાઢી હતી, પરંતુ હજી આપ આ કુતરાનું બચ્ચું શ્વાલ લઈ રહ્યું છે તે એક ચમત્કાર છે.
16 ફેબ્રુઆરીએ સ્કિપરનો જન્મ ઓક્લાહોમાના નીલ વેટરનરી હોસ્પિટલમાં થયો હતો. સ્કિપરને જોવા જ ડોક્ટરો દંગ રહી ગયા હતા. ચાર પરની સાથે વધારાના બે પગ હતા અને અલગથી એક પૂંછ હતી. જ્યારે સ્કિપરનો જન્મ થયો તે સમયે તોનો વજન માત્ર 300 ગ્રામ હતો. ડોક્ટરોએ કહ્યું હતું કે, આ કુતરાનું બચ્ચુ વધુ સમય સુધી જીવી શકશે નહીં.પરંતું આશંકાઓને ખારિજ કરીને સ્કિપર હજી પણ શ્વાસ લઈ રહ્યું છે.
સ્કિપર દો બ્રીડ્સ-બોર્ડર કોલ્લી અને ઓસ્ટ્રેલિયા શેફર્ડના મિક્સ બ્રીડ છે. નવ ભાઈ બહેનોની સાથે જન્મેલા સ્કિપરની બોડી સૌથી અલગ જ હતી. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, વધારાના પગ,પૂંછ અને સાથે ઈન્ટરનલ ઓર્ગન્સ પણ અલગ છે.
સ્પિપરની બોડીમાં બે યૂરિનરી સેટ છે. જેમાં બે બ્લેડરનો સમાવેશ થાય છે. સ્કિપરની આવી સ્થિતિનું કારણ જણાવતા વેટ ડોક્ટરે કહ્યું કે,જન્મ પહેલાં જ, સ્કિપર ગર્ભાશયમાં બીજા ભાઈના શરીરમાં જોડાયો હતો. આને કારણે, બે બાળકોના આવા સંયોજનનો જન્મ થયો છે.