ધારાસભ્ય,પૂર્વ રાજ્યમંત્રી,તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ભાજપ પક્ષના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત
નાગરિકતા સંશોધન કાયદાના જનજાગરણ અભિયાન અંતર્ગત આજે રાજ્યભરમાં ભાજપ દ્વારા વ્યાપક જનસંપર્ક અભિયાન યોજવામાં આવ્યું છે ત્યારે હળવદ તાલુકાના ચરાડવા, ધનાળા અને ટીકર ગામે સી.એ.એ ના સમર્થનમાં ધારાસભ્ય સાબરીયા, પૂર્વ રાજ્ય મંત્રી કવાડિયા તેમજ ભાજપ પક્ષના હોદ્દેદારો ની ઉપસ્થિતિમાં જન સભા યોજવામાં આવી હતી અને નવા કાયદા ની વિશેષ જાણકારી લોકોને આપવામાં આવી હતી.
નાગરીકતા સંશોધન બિલ જ્યારથી પાંસ થયું છે ત્યારથી વિપક્ષો દ્વારા આ બિલનો જોરશોરથી વિરોધ નોંધાવી રહ્યા છે જ્યારે સામે પક્ષે ઘણા લોકો આ બિલના સમર્થનમાં પણ રેલીઓ યોજી રહ્યા છે ત્યારે ભાજપ પક્ષ દ્વારા જનજાગરણ અભિયાન અંતર્ગત જન સંપર્ક અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આજે હળવદ તાલુકાના ચરાડવા, ધનાળા અને ટીકર ગામે જન સભા યોજી લોકોને સીએએ ના નવા કાયદા ની વિશેષ જાણકારી આપવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, પૂર્વ રાજ્યમંત્રી જયંતીભાઇ કવાડીયા, હળવદ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ સંઘાણી, જેરામભાઈ સોનગરા, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલ, તાલુકાજિલ્લા ભાજપ ઉપપ્રમુખ વલ્લભભાઈ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ રણછોડભાઇ દલવાડી, તાલુખા પંચાયત ઉપપ્રમુખ બળદેવભાઈ સોનગરા, ભાજપ અગ્રણી ધિરૂભા ઝાલા, ઇન્દુભા ઝાલા,કેતનભાઇ દવે, રવજીભાઈ દલવાડી, વિપુલભાઈ એરવાડીયા, રમેશભાઈ પટેલ, રમેશભાઈ ભગત, તાલુકા ભાજપ યુવા પ્રમુખ ભરતભાઇ દલવાડી, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ ચંદુભાઇ સિહોરા સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.