સુગંધ, બારીમાંથી દેખાયેલ અલૌકિક દ્રશ્ય અને હવે કોઈ અગમ્ય વસ્તુ રૂમમાં ઘૂંસતા ધમસાણ

ફોજદાર જયદેવે પોતાની નવી નોકરી મસ્તીથી અને આનંદથી કરતો હતો. પરંતુ રાત્રે કવાર્ટર ઉપર સુવા જવાનું થાય એટલે જૂની ભૂતકાળની વાતો અને પોતે અનુભવેલ અલૌકીક સુગંધ અને જોયેલ અદભૂત નજારાની બાબતો મગજમાં એક પછી એક ચલચિત્ર માફક ફરતી રહેતી તેથી થોડો અસ્વસ્થ થઈ જતો. પરંતુ તેને નિંદર તો આવી જ જતી.

પરંતુ હંમેશા રાત્રે સુતા પહેલા વચલા ‚મમાંથી પીવાનું પાણી લઈને તે ‚મનો દરવાજો અવશ્ય બંધ કરી દેતો અને જે ‚મમાં સુતો તે ઓંસરી તરફનો દરવાજો ખૂલ્લો રાખતો અને ઓંસરીની બહારનો દરવાજો જે લાકડાની પટ્ટીઓ વાળો હતો તે સાંકળ અંદરથી વાસી બંધ રાખતો, પલંગ ‚મમાં વચ્ચે રાખી ઓસીકુ દરવાજાની વિ‚ધ્ધ દિશામાં રાખતો. જેથી સુતા સુતા જ ‚મના દરવાજામાંથી ઓંસરીનો દરવાજો, પોલીસ લાઈનની ઓંસરી, પોલીસ સ્ટેશનની ઓંસરી રીબડા ગોંડલ રોડ અને બસ સ્ટેન્ડ જોઈ શકાય. પાણીનો લોટો પલંગ નીચે અને લોડેડ રિવોલ્વર ઓશીકા નીચે રાખતો. ‚મમાં ફકત પાછળની દિવાલે એક ખુરશી અને એક ટેબલ રહેતું. ટેબલ ઉપર જયદેવ પોતાના વાંચવાના પુસ્તકો રાખતો બાકી આખો ‚મ ખાલીજ હતો.

થોડા દિવસ પછી એક વખત જયદેવ વાળુ પાણી કરીને રાત્રીનાં પથારીમાં સુઈ ગયો અડધી રાત્રીનાં તેણે ઓંસરીના દરવાજાની સાંકળ ખૂલીને બંધ થવાનો અવાજ સાંભળ્યો અને એકદમ સફાળો જાગી ગયો પરંતુ સામે ઓંસરીમાં જોયું તો કોઈ જ નહતુ પરંતુ ઓંસરીમાં ગેલેરીમાં ડાબી બાજુ કોઈ ગયું હોય કે સંતાયું હોય તો પલંગ ઉપરથી દેખાય નહિ નોકરીમાં જયદેવ અન્યાય કે કાયદાનો ભંગ કરનાર દાદાઓ માટે હાથનો છૂટો હતો. અને કાયદાનો કડકાઈથી અમલ કરાવતો તેથી સહજ રીતે ઓગણ ચાલીસ ગામના તાલુકામાં કેટલાક તો જયદેવથી નારાજ અને અસંતુષ્ટ હોય જ. જયદેવે અનુમાન કર્યું કે કોઈ નાલાયક વ્યકિતએ ચોકકસ ઓસરીમાં આવવા સાંકળ ખોલી દરવાજો બંધ કરી તેની સાંકળ પાછી બંધ કરી દીધી છે. કેમકે જયદેવે તેવો ખૂલવા બંધ થવાનો સાંકળનો અવાજ સાંભળેલ તે નકકર હકિકત હતી.

જયદેવે માથા નીચે ઓસીકા તળે રાખેલી ભરેલી રીવોલ્વર હાથમાં લીધી અને પલંગ ઉપરથી અવાજ ન આવે તે રીતે ઉતરીને ‚મના દરવાજા પાછળ આવી ને ઉભો રહી ગયો પાંચેક મીનીટ દરવાજા પાછળ ઉભો રહ્યો અને આવનારને ‚મમા દાખલ થાય એટલે જોઈ લેવાની તૈયારી કરી પરંતુ ‚મમાં કોઈ આવ્યું નહી કે ઓંસરીમાંથી કાંઈ અવાજ પણ સંભળાયો નહિ આમ ને આમ થોડો સમય થયો અને જયદેવના મગજમાં પેલુ જુનુ ચલચિત્ર ચાલુ થયું ફોજદાર રાવ, ચૌધરી, રીટાયર્ડ ફોજદાર વલીચાચા, અલૌકીક સુગંધ અને અદભૂત નજારો એ યાદ આવતા જ જયદેવને પરસેવો વળી ગયો. પાછુ મન મનાવ્યું કે જાળીમાં હાથ નાખી ને દરવાજો ખોલી શકાય? પરંતુ સાંકળ આસપાસ લાકડાની પટ્ટીઓ એવી રીતે લગાવેલી હતી કે લગભગ માણસના હાથનો પંજો અંદર જઈ શકે નહિ અને અંદર તરફથી બંધ કરેલ સાંકળ ખોલી જ ન શકાય એટલે કોઈ માણસ તો અંદર આવી જ ન શકે, તો? જયદેવ ચમકયો તો અંદર કોઈ આવ્યું? હવે જયદેવ બરાબર મુંજાયો હવે શું કરવું? પરંતુ તેણે નકકી કર્યું કે હવે પોલીસ સ્ટેશન તો જવું જ નથી અને જૂના લીસ્ટ મા પોતાના નામનો ઉમેરો કરવો જ નથી.

ઓંસરીમાં અને ‚મમાં બંને બાજુ અંધા‚ હતુ જો જયદેવ ‚મની લાઈટ કરે તો બહારની વ્યકિત જયદેવને જોઈ શકે પરંતુ જયદેવ બહારની વ્યકિતને જોઈ શકે નહિ. ઓસરીની લાઈટની સ્વીચ ઓસરીમાં જ હતી અને ત્યાં તો જવાનો પ્રશ્ર્ન હતો ! કેવી રીતે જવું? જેથી બંધ લાઈટે જ જયદેવ દસ પંદર મીનીટ ‚મનાં દરવાજા પાછળ ઉભો રહ્યો અને પોતાની જાત સાથે જ મગજ મારી કરતો રહ્યો. જયદેવ ખૂબ મુંજાયો ભરેલી રીવોલ્વર હાથમાં હોવા છતા કયાંક કાચુ ન કપાય તે માટે ખોટો ધજાગરો ન થાય તે માટે પણ મુંજાઈને ધીરજ રાખી ઉભો રહ્યો શરીર ઉપર વળેલ પરસેવો રેલો બની ‚મની લાદી ઉપર આવી ગયો હતો.

આખરે કંટાળીને અને મુંજાઈને નિર્ણય કર્યો કે જે થવું હોય તે થાય પહેલા ઓંસરીમાં જાઉ અને પછી જોઈને જે કરવાનું (રીવોલ્વર ફાયરીંગ) હોય તે કરીશું એમ નકકી કરી હિંમત એકઠી કરી જમણા હાથમાંની રીવોલ્વરની પકકડ મજબૂત કરી ટ્રીગર ઉપર તર્જની આંગળી રાખી ઓંસરીમાં આવવા જેવો ઓરડાનો ઉમરો વટાવીને એક પગ ઓંસરીમાં મૂકયો અને એક પગ હજુ ‚મમાં હતો. ત્યાંજ ઓંસરીમાં ઉપર આવેલ લાકડાની નાટ ઉપરથી કાંઈક જયદેવ તરફ આવ્યું અને જયદેવના ડાબા ખંભે એવું જોરદાર અથડાયું કે જયદેવ આખો રીવોલ્વર સાથે ગોળ આંટો મારી ગયો અને તે અદ્રશ્ય વસ્તુ ‚મમાં જતી રહી જયદેવ હબકાઈ ગયો શું થયું! શું આવ્યું? શું થઈ રહ્યું છે? જયદેવના તમામ ગાત્રો ધ્રુજી ગયા. પરસેવો તો ચાલુ જ હતો. અને શ્ર્વાસ પણ વધી ગયા. પણ તે શું હતુ? જયદેવ તે નકકી કરી શકયો નહિ. હવે જયદેવની ધીરજનો અંત આવી ગયો હતો.

હવે આખુ દ્રશ્ય ફરી ગયું હતુ, જયદેવ ઓંસરીમાં અને પેલી ‘વસ્તુ’ ‚મમાં અને બંને જગ્યાએ અંધા‚, જયદેવ ધ્રુજી ગયો હતો, હાથમાં રીવોલ્વર ભરેલી જ હતી. પરંતુ ‚મમાં અંધા‚ હતુ કયાં ફાયરીંગ કરવું? વળી જયદેવે વિચાર કર્યો કે માનો કે કાંઈ નહોય તો પોલીસ અને પ્રજા બંને વાતો કરવાના કે આ ફોજદાર જયદેવ પણ ડરી ગયો અને હવામાં ખોટુ ફાયરીંગ કરી નાખ્યું. વળી આ અરધી રાત્રે પોલીસ સ્ટેશનને જાય તો પણ પોતાનું નામ ફોજદાર ચૌધરી સાથે લખાઈ જાય કે રાત્રીનાં ડરી ને પોલીસ સ્ટેશને આવી ગયા. આવા તરંગો સાથે સાથે જયદેવે મરણીયો જંગ ખેલી નાખવાનો વિચાર કર્યો.

પરંતુ જેની સાથે જંગ ખેલવાનો હતો તેને એક વખત જોવું અનિવાર્ય હતુ અને તે માટે ‚મમાં અંદર દરવાજા પાછળ આવેલ સ્વીચ બોર્ડમાંથી લાઈટ ચાલુ કરવાની હતી જયદેવે આખરી પગલા ‚પે હિંમત એકઠી કરી જમણા હાથેથી રીવોલ્વરની ફરીથી પકકડ મજબૂત કરી તર્જનીથી ટ્રીગરને લગભગ માનો કે દબાવી જ દીધી એ રીતે પોજીશન લઈ ‚મમાં દાખલ થઈ સ્વીચઓન કરતા જ લાઈટ લો વોલ્ટેજ હોઈ ટયુબલાઈટ ઝબકારા આંચકા ખાતી અજવાળુ ફેંકતા તેમા જોયું કે ઓહો આતો ડાઘીયો કુતરો! પરંતુ ટયુબ લાઈટનું અજવાળુ સ્થિર થતા જોયું તો ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એક વિશાળ કદનો તદન ઘેરા કાળા રંગનો મોટા કાન અને પીળા રંગની આગ ફેંકતી આંખો મોટી મોટી નમેલી મુછો અને માણસની જેમ ડરાવતી અને કતરાતી આંખે જયદેવ સામે તાકી રહેલો મોટો ઘોઘર બીલાડો ટેબલ ઉપર હુમલો કરવાની પોઝીશનમાં પંજા પ્રસરાવી આક્રમક સ્થિતિમાં બેઠો હતો.

જયદેવને થોડી રાહત થઈ પરંતુ બીલાડાનું કદ એવું વિશાળ હતુ કે આવા બીલાડાની વાત તો કયારેય સાંભળેલ તો નહિ પરંતુ કયાંય વાંચેલ પણ નહિ. વળી તેની વર્તુણુક, હાવ ભાવ અને પોઝીશન કોઈ માણસની હોય તેમ લાગ્યું અને વટ તથા મગ‚રીથી બેઠો હતો કોઈ જ ડર કે ભય છે કે આવી ભરાણા જેવી ગભરાટની લાગણી સામાન્ય રીતે પશુમાં હોય તેવી કોઈ જ અસર હતી નહિ અને જાણે જયદેવને ચેલેન્જ કરતો હોય કે હું જરા પણ ડરતો નથી પહેલો ચાન્સ તારો જે કરવું હોય તે કર. જયદેવે કોઈ આક્રમક કાર્યવાહી કરવાને બદલે ઓંસરીમાં જઈ લાઈટ કરી ઓસરીના દરવાજાની સાંકળ ખોલી દરવાજો જ ખોલી નાખ્યો જયદેવે જોયું તો બીલાડો હજુ તેજ પોઝીશનમાં જયદેવને કાંઈક કહેવા કે ડરાવવા માગતો હોય તેમ બેઠો હતો. સામાન્ય રીતે આવા પશુ પ્રાણી દરવાજો ખૂલે એટલે માર્ગ મોકળો થતા ચાલતી પકડતા હોય છે. પરંતુ આ બીલાડાને ઉભો થવા કે આડો અવળો થવાની કોઈ જ તૈયારી ન હતી.

આ સ્થિતિ જોઈ જયદેવે વિચાર્યું કે બીલાડાને બહારથી ઓંસરીમાં આવવા માટે દરવાજો કે ઓંસરીમાં એવું કોઈ તેના માપનું કાણુ ન હતુ કે તે અંદર આવી શકે અને સાંકળ ખૂલવા અને બંધ થવાનો અવાજ તો જયદેવે સ્પષ્ટ રીતે સાંભળ્યો હતો તેથી તો તે જાગી ગયો હતો તો આ આનો અવાજ આ બીલાડાએ કર્યો હોય? તે વિચારે જયદેવને આ બીલાડો પ્રાણી હોવા અંગે પણ શંકા ગઈ. જયદેવને હવે ખરેખર ભય લાગ્યો અને મનમાં બોલી ઉઠ્યો ‘ભુત પિચાસ નીકટ નહિ આવે મહાવીર જબ નામ સુનાવે’

આમ ને આમ થોડી મીનીટ ઉભા રહયા પછી જયદેવે જેમ માણસને રસ્તો બતાવવા આંગળીથી ઈશારો કરે તે રીતે બીલાડાને ‚મ બહાર ઓંસરી અને ઓંસરીથી દરવાજા બહાર જતો આંગળી અને હાથથી ઈશારો કરતુ સૂચન કર્યું અને બીલાડો જાણે જયદેવ ઉપર ઉપકાર કરતો હોય અને કોઈથી ડરતો ન હોય તેમ આરામથી ઉભો થઈ ટેબલથી જમીન ઉપર આવી કોઈ ઉતાવળ નહોય તેમ ધીમી અને મકકમ અને મગ‚રી ચાલે જયદેવ સામે તાકતો તાકતો બહાર ચાલતો ગયો. જયદેવે તુરત દરવાજો બંધ કરી સાંકળ મારી તાળુ મારી દીધુ કે જે કરવાની કોઈ જ‚રત નહતી સાંકળ બહારથી અંદર હાથ નાખી ખૂલે તેમજ નહતી. અને આવડો મોટો બીલાડો ઝાળીમાંથી આવી શકે જ નહિ તો તે અંદર આવ્યો કઈ રીતે? માનો કે સાંકળ ખોલી નાખીતો તેણે માણસની અદાથી ઝડપથી બંધ પણ કરી દીધી? આ પ્રશ્ર્ન પ્રશ્ર્ન જ રહ્યો. જયદેવ ત્યારબાદ ટીવી ચેનલો એનીમલ પ્લેનેટ અને ડીસ્ક્વરી ચેનલમાં આવા બીલાડા અંગે જોતો રહ્યો  પરંતુ હજુ આવો બીલાડો જોવા મળ્યો નથી.

ત્યારબાદ જયદેવે પાછુ પલંગ ઉપર લંબાવ્યું પરંતુ લાઈટ ચાલુ રાખી અને સવાર સુધી જાગતો જ પથારીમાં પડયો રહ્યો. સવારનાં છ વાગ્યે જ વાયરલેસ થી વરધી આવી ગઈ કે ધોરાજી ખાતે દસ દિવસ રોકાવાની તૈયારી અને પાંચ કોન્સ્ટેબલ સાથે કોમ્યુનલ રાયોટ બંદોબસ્તમાં તુરત રવાના થવાનું છે. અને જયદેવ પાંચ કોન્સ્ટેબલોને લઈને ધોરાજી જવા રવાના થઈ ગયો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.