ગુજરાત સરકાર દ્વારા ચણા સહિતની વિવિધ જણસીઓના ટેકાના ભાવો વધારવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ રજુઆત કરી હોવાનું કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું.

ગુજરાતમાં પાકતા વિવિધ પાકોનું આ વખતે મબલખ ઉત્પાદન થયું છે. ત્યારે ખેડુતોને તેઓની મહેનતનું પુરુ વળતર મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા ચણા સહિતના વિવિધ પાકોના ટેકાના ભાવમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય સમક્ષ રજુઆત કરવામાં આવી છે. આ ઉપરાંત કૃષિ, પશુપાલ પ્રશ્નોની પણ કેન્દ્ર સરકારમાં રજુઆત કરવામાં આવી છે ગુજરાતની રજુઆત માટે કેન્દ્ર સરકાર પણ હકારાત્મક છે.

આગામી દિવસોમાં ચણા સહિતનો વિવિધ જણસીની ટેકાની કિંમતમાં વધારા કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવમાં વધારો જાહેર કરાયા બાદ રાજય સરકાર દ્વરા ટેકાના ભાવે ખરીદી માટેની તારીખ જાહેર કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ ખેડુતોની આવક બમણી કરવા માટે સતત પ્રયત્ન શીલ છે. આવામાં ચણા સહિતની જણસીના ટેકાના ભાવોમાં વધારો કરવાની ગુજરાતની માંગણીનો સ્વીકાર કરી લેવામાં આવે તેવી સંભાવના હાલ જણાય રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.