ગુજરાત યુનિવર્સિટી દ્વારા બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝીક્યુટીવ કાઉન્સિલની રચના કરી દેવામાં આવી છે. જોકે, એક્ઝીક્યુટીવ કાઉન્સિલમાં પ્રિન્સિપાલ સહિતની કેટેગરીમાં કોઇ સભ્યની નિયુક્તિ કરવામાં આવી નથી. નેક નું જોડાણ ધરાવતી હોય અને રીસર્ચ વર્ક હોય તેવી કોલેજના પ્રતિનિધિને નિયુક્ત કરવાની સૂચનાથી આ જગ્યાઓ ખાલી રાખવી પડી છે. આગામી દિવસોમાં યુનિવર્સિટી દ્વારા નિયુક્તિ માટેના ધારાધોરણો હળવા કરવા માટે સરકારમાં રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જો કે શિક્ષણ વિભાગે 9 નવેમ્બર સુધીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સીલની રચના કરવા આદેશ આપ્યો હતો જો કે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સહિત 10 યુનિમાં કમિટીની રચના કરવી અશક્ય હોય અને જ્યાં સુધી આ કમિટી ના બને ત્યાં સુધી જુના સેનેટ સિન્ડિકેટ સભ્યો ચાલુ જ રહેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં જ્યાં સુધી નવી કમિટી ના બને ત્યાં સુધી જુના સેનેટ-સિન્ડિકેટ ચાલુ જ રહેશે
રાજયમાં કોમન એક્ટ લાગુ થયા બાદ સૌથી પહેલા ગુજરાત યુનિવર્સિટી દ્વારા બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝીક્યુટીવ કાઉન્સિલની રચના કરી દેવામાં આવી છે. જોકે, એક્ઝીક્યુટીવ કાઉન્સિલમાં અડધા સભ્યોની નિયુક્તિ બાકી છે. મહત્વની વાત એ કે, બોર્ડ અને એક્ઝીક્યુટીવ કાઉન્સિલમાં સભ્યોની નિયુક્તિ કરવા માટે ધારાધોરણો કડક નક્કી કરવામાં આવ્યા છે. જે કોલેજમાંથી પ્રતિનિધિની નિયુક્તિ કરવામાં આવે તે કોલેજ નેકનું જોડાણ ધરાવતી હોવી જોઇએ એટલું જ નહી રીસર્ચ વર્ક થતુ હોય તે જરૂરી છે. એક્ઝીક્યુટીવમાં પ્રિન્સિપાલ કેટેગરીમાં ચાર પૈકી એકપણ સભ્યની નિમણૂંક કરવામાં આવી નથી. સૂત્રો કહે છે
યુનિવર્સિટી સાથે જોડાયેલી મોટાભાગની કોલેજો નેકનું જોડાણ ધરાવતી નથી. એટલું જ નહી રીસર્ચ વર્કના નામે પણ કોઇ કામગીરી થતી નથી તે જગજાહેર છે. આ સ્થિતિમાં પ્રિન્સિપાલ કેટેગરીમાંથી કોઇ સભ્યની નિમણૂંક કરવામાં આવે તો ભારે વિવાદ ઉભો થાય તેમ છે. એટલે કે જે પ્રકારની લાયકાત દર્શાવવામાં આવી છે તે યથાવત રહે તો આ જગ્યાઓ ખાલી રાખવી પડે તેમ છે. આ સ્થિતિમાં યુનિવર્સિટી સત્તાધીશોએ આગામી દિવસમાં જુદી જુદી કેટેગરીમાં સભ્યોની નિમણૂંક માટેની લાયકાતમાં ફેરફાર કરવા રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સૂત્રો કહે છે
યુનિવર્સિટી પોતે પણ હાલની નેકની માન્યતાં ધરાવતી નથી. આ સ્થિતિમાં જે કોલેજ નેકની માન્યતાં ધરાવતી હોય તેના પ્રિન્સિપાલની નિમણૂંકનો આગ્રહ રાખવામાં આવે તે યોગ્ય નથી. યુનિવર્સિટીમાંથી પણ એક્ઝીક્યુટીવ કાઉન્સિલ અને બોર્ડમાં ડીપાર્ટમેન્ટમાંથી પણ કેટલાક પ્રોફેસરની નિમણૂંક કરવામાં આવી છે. યુનિવર્સિટી પોતે જ નેકનું જોડાણ ધરાવતી નથી. આમછતાં નિમણૂંક કરવામાં આવી છે, આ સ્થિતિમાં હવે એક્ઝીક્યુટીવ કાઉન્સિલમાં પણ જુદી જુદી કોલેજના પ્રિન્સિપાલની નિમણંક થઇ શકે તે માટે લાયકાતના ધોરણો હળવા કરવા માટે રજૂઆત કરવામાં આવશે.