વોટર સ્પર્ધાના વોટર હીરો વિજેતા પ્રજ્ઞાચક્ષુ મહેન્દ્રસિંહ ઝાલાએ મેયર-ડેપ્યુટી મેયરની શુભેચ્છા મુલાકાત લીધી
રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, મેયર ડો. પ્રદીપભાઈ ડવ, ડેપ્યુટી મેયર ડોક્ટર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (ધારાસભ્ય) ને કોઠારીયા કોલોની યુવા ગૃપના પ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહ ઝાલાએ (લોક સંસદ વિચાર મંચ રાજકોટ) કોઠારિયા કોલોનીમાં કવાટેર નંબર 427 અને 428 માં જળ બચાવો, જળ સંચયની પ્રેરણાદાયી પ્રવૃત્તિની રૂબરૂ મુલાકાત લેવા અંગેની લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જલ મંત્રાલય ભારત સરકારે વોટર હીરો સ્પર્ધામાં વિજેતા જાહેર કરેલ દિવ્યાંગ અને દ્રષ્ટિહીન અંધ સર્વોદય મંડળ ના સદસ્ય મહેન્દ્રસિંહ ઝાલા (નિવૃત સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઇ.ટી.આઇ.) એ ભૂગર્ભ જળ સંચયના પ્રોજેક્ટ અંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડોક્ટર પ્રદીપભાઇ ડવ, ડેપ્યુટી મેયર ડોક્ટર દર્શિતાબેન શાહ ની મહેન્દ્રસિંહ અને ગજુભા બંને ભાઈઓ દ્વારા રૂબરૂ મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે મહેન્દ્રસિંહ ઝાલા પોતાના સ્વખર્ચે પોતાના રહેણાંક સ્થળે વરસાદી પાણીના સંગ્રહ માટે ઉત્તમ પદ્ધતિ અખત્યાર કરી છે. જે આજના સમયની માંગ છે અને આમ જનતા માટે પણ પ્રેરણારૂપ છે. તેમના દ્વારા દર વર્ષે ચોમાસા દરમિયાન એક લાખ લીટરથી વધુ પાણી ભૂગર્ભમાં ઉતારવામાં આવે છે વરસાદી પાણીનો સંગ્રહ વધુમાં વધુ થાય અને વરસાદી પાણી અને વધુમાં વધુ જમીનમાં ઉતારવાના પ્રયાસો થાય તે ખૂબ જરૂરી છે કારણકે આપણા સૌરાષ્ટ્રમાં બારમાસી નદીઓ આવેલી નથી જેથી કરીને વરસાદી પાણીનો મહત્તમ પ્રમાણમાં સંગ્રહ અને વરસાદી પાણીને મહત્તમ પ્રમાણમાં જમીનમાં ઉતારવું ખૂબ જરૂરી છે.