“કૃષ્ણફળ અપનાવો કોરોના ભગાવો
‘કૃષ્ણફળ’ના નામે ઓળખાતુ ફળ રૂ.૩૦૦ના કીલો વેચાય છે!
રાજકોટના એક પ્રગતિશીલ ખેડૂતે કૃષિ અને વિજ્ઞાનને જોડીને અશક્યને પણ શક્ય કરી બતાવ્યું છે ત્યારે પોતાની મહેનત, વિજ્ઞાન અને ઈમિજિનેશનને એક દિશામાં દોડાવી પેશન ફ્રૂટની ખેતી કરી બતાવી છે.
ગુજરાતમાં ખેડૂતો અવારનવાર અવનવી ખેતી કરતા રહે છે. ત્યારે આજે પેશનફ્રુટ ઉર્ફે કૃષ્ણફળની સફળ ખેતી કરનાર રાજકોટના ખેડૂત જેન્તીભાઈ ગજેરા ૬૫ વર્ષની ઉમંરે પણ યુવાનોને શરમાવે એવી સ્ફુર્તિ સાથે અવનવા પ્રયોગો કરીને સફળતા મેળવી રહ્યા છે. પહેલા ડ્રેગન ફ્રુટ અને હવે પેશન ફ્રુટની સફળ ખેતી કરી જેન્તીભાઈએ ખેડૂતોને એક નવો જ રાહ ચિંધ્યો છે. ઓસ્ટ્રેલિયામાં પેશન ફ્રૂટ અને આફ્રિકામાં મટૂંગા તરીકે ઓળખાતા ફળને ભારતમાં કૃષ્ણ ફળ તરીકે ઓળખીએ છીએ. કૃષ્ણફળ નો વેલો માંડવા કે વાળ ઉપર ચડાવવા થી વધુ ફળ મળે છે, સપ્ટેમ્બર મહિનામાં ફળ બેસે છે એક વેલામા ૫૦૦ થી ૨,૫૦૦ સુધી ફળ બેસે છે.
૧ વિઘામાં ૨૦૦ છોડ થાય, એક છોડમાં ૫૦૦ થી ૨૫૦૦ નંગ ફળનું ઉત્પાદન થાય છે
૧ વીઘાએ વાવેતર ૨૦૦ છોડ નું વાવેતર થાય છે, જેમાં એક છોડમાં ૫૦૦ થી ૨૫૦૦ નંગ ફળનું ઉત્પાદન થઈ શકે છે. છોડવાની જેવી માવજત રાખો તેવા ફળ થાય છે. રોપાને રોપ્યા બાદ તેના વેલા થાય છે અને એ માટે માંડવા બનાવવા પડે છે. માંડવે વેલા ચઢતા જાય છે અને ઉત્પાદન પણ વધતું જાય છે. આ પાકનું ઉત્પાદન દર વર્ષે બમણું થતું જાય છે.
કોરોનામાં પેશન ફ્રૂટનો જ્યુસ ખૂબ લાભદાયી છે: જેન્તીભાઈ (ખેડૂત)
જેન્તીભાઈ ગજેરાએ અબતક મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે ખેતીમાં તેમને અવનવું કરવું ગમે છે ત્યારે હું પેશનફ્રુટ ઉગાડુ છું. મેં સૌ પ્રથમ આ ફ્રુટનો જ્યુસ ફ્લાઈટમાં પીધો હતો. બાદ માં તમામ માહિતી મેળવી મેં જાતેજ આ ફ્રુટની ખેતી કરવાનું વિચાર્યું . આજ રીતે ખારેક, હિરામણા ઘાસ, સ્પેશ્યલ આંબા, સરગવો, સહિતના વિવિધ પાક એકદમ પ્રાકૃતિક રીતે સફળ રીતે વાવેતર કરી રહયો છું.પેશન ફ્રુટ નો જ્યુસ લોકો પીવે છે. જ્યુસ માં ખટાશ હોઈ છે. કોરોનામાં ખટાશ વાળો આ જ્યૂસ પીવાથી ઘણા ફાયદા થાય છે.ગયા વર્ષે પેશન ફ્રૂટના ૫૦ વેલા વાવ્યા હતા જેમાં હવે ફળ ઉતરી રહ્યા છે. પેશન ફ્રુટની મોટા પ્રમાણમાં ખેતી રાજયમાં પ્રથમ વખત હોય તેવું મારું તારણ છે. જેન્તીભાઈ લોકોને હાલ પેશન ફ્રૂટ ૩૦૦ રૂપિયા કિલો વહેંચી રહ્યા છે સાથે તો તેના રોપ ૧૦૦ રૂપિયામાં વેચી રહયા રહ્યા છે. જેન્તીભાઈએ અડધા વિઘા જમીનમાં પેશન ફ્રૂટ વાવ્યા છે. પહેલા તો આ ફ્રૂટ ખરીદ્યા અને તેનું ખાસ પોતાનું બિયારણ ખરીદ્યુ.સૌ પ્રથમ ૧૦૦ રોપા વાવ્યા પણ તેમાંથી ૫૦ બળી ગયા અને ૫૦માંથી વેલા તૈયાર થયા. આ વર્ષ બીજુ વર્ષ છે અને ફળ આવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ બીજુ બિયારણ અને નવા વેલા પણ ઉગી રહ્યા છે. આ ફળ વાવવાના ફાયદા એ છે કે તમે એના માંડવા નીચે સીતાફળ, હળદર, આદુ જેવા પાક પણ લઈ શકો છો. એટલે કે મલ્ટીપલ ખેતી કરી શકો છો. પેશન ફ્રુટની ખેતી વિશે વિગતો આપતા જેન્તીભાઈએ જણાવ્યું હતું કે તેમણે , તેની વાવણી બેસતા ચોમાસે કરી હતી. અને તેના પર ફૂલ, જૂન મહિના આસપાસ આવવાના શરૂ થઈ જાય છે. પેશન ફ્રૂટને હવામાનની વાત કરીયે તો, ૧૫થી ૩૦ ડિગ્રી તાપમાન આઈડિયલ છે પણ મેં તો ૧૦થી ૪૫ ડિગ્રી સુધી તાપમાનમાં પણ પૂરી માવજતથી આ વેલા સાચવવા જોઈએ.. ખાતર પાણીની વાત કરીયે તો વર્મીકમ્પોસ્ટ ખાતરનો વપરાશ કરવામાં આવે છે. સંપૂર્ણ પ્રાકૃતિક રીતે જ ખેતી કરી પેસ્ટ કંટ્રોલ કે રાસાયણિક ખાતરનો વરસાશ કરવામાં આવતો નથી.પિયત બાબતે પણ અઠવાડિયે એક વખત પાણી આપવાથી છોડ હરેલા ભરેલા રહે છે. હા પણ જો તમે તેની આસપાસ કોઈ બીજો પાક વાવો તો તેનો લાભ વેલાને ભેજ જળવાઈ રહેવામાં ચોક્કસથી થશે.