લોકડાઊનના સમયમાં પણ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સફળ કાર્યો કરવામાં આવી રહ્યા છે. 0 થી 6 વર્ષના બાળકો, સગર્ભા મહિલા, કિશોરીઓ, અને ધાત્રી માતાઓને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમ થકી પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
ત્યારે સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ અનેક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. આવા આરોગ્યલક્ષી અને માહિતીસભર કાર્યક્રમો મહત્તમ લોકો સુધી પહોંચે તે હેતુથી ડિજિટલ પ્લેટફોર્મ એવા મોબાઈલમાં જીઓ એપ દ્વારા વંદે ગુજરાત ચેનલ 1 પર તેમજ WCD Gujarat ફેસબુક પેજ પર અને ટીવી ચેનલ વંદે માતરમ વંદે ગુજરાત -૧ પર તા. ૨૮ જુલાઈના રોજ “પૂર્ણા દિવસ” નિમિતે કિશોરીઓ માટે ખાસ ‘ખોરાકની ગુણવત્તા સુધારવાની પદ્ધતિઓ‘ વિષય બપોરે ૨થી ૩ વાગ્યા સુધી સેટકોમના માધ્યમથી કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓમાં ખોરાકની ગુણવત્તા સુધારવા માટેની નવી નવી પદ્ધતિઓ શીખવવામાં આવશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ક્વિઝ રાખવામાં આવેલ છે.
ટીવી ચેનલ વંદે માતરમ વંદે ગુજરાત -૧ પર દર સોમવારે બાળકો માટે પ્રી સ્કૂલ કાર્યક્રમ તેમજ દર મંગળવારે સગર્ભા, ધાત્રી તથા કિશોરીઓ માટે સેટકોમ કાર્યક્રમ કરવામાં આવે છે. આ કાર્યક્રમનું કોઈ કારણોસર જીવંત પ્રસારણ નીહાળી ન શકાય તો youtube ચેનલ WCD Gujarat પર અન્ય કોઈ૫ણ સમયે નિહાળી શકાશે.