જીંદગી મિલકે બિતાયેગે…….
અરવિંદભાઇ મણિયાર હોલ ખાતે લલીતભાઇ ત્રિવેદીની રાહબારી હેઠળ ગાયક વૃંદ સૂર સંગીત રેલાવશે: આયોજક ટીમે અબતકની શુભેચ્છા મુલાકાત લીધી
રાજકોટમાં સંગીતની લગભગ ૮૦ થી વધારે એકેડમી ચાલે છે પરંતુ સંગીત ક્ષેત્રે જેને રાજકોટમાં ભીષ્મ પિતામહ કહેવાય છે. તેવા સંગીત નિર્દેશન લલીતભાઇ ત્રિવેદીના રાહબારી નીચે સ્વર સાધના એકેડમી ના સ્ટુડન્ટ દ્વારા તા.૧૯ ના રોજ રાત્રે ૮.૪૫ કલાકે અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે લાઇવ ઓરકેસ્ટ્રાના સાનીઘ્યમાં જુના યાદગાર ફિલ્મી ગીતોનો ખજાનો લઇ રંગીલા રાજકોટની સંગીત પ્રેમી જનતા માટે ફ્રી ઓફ ચાર્જ સંગી સંઘ્યાના કાર્યક્રમનુ આયોજન રાખેલ છે.
મુખ્ય મહેમાનોમાં રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, ગાયત્રી બા વાઘેલા, મહિલા અઘ્યક્ષ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મનોહરસિંહજી જાડેજા, ડી.સી.પી. ઝોન-ર, રાજકોટ શહેર પોલીસે, નીતીનભાઇ ભારદ્વાજ, સુ.નગર પ્રભારી ભાજપ હાજરી આપી કલાકારોને પ્રોત્સાહીત કરશે.
આ તકે આયોજકો એ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી ઉલ્લેખનીય છે કે.લલીતભાઇ પ૦ વર્ષનો પોતાના સંગીત પ્રત્યેના નીચોડ સાથે આ એક કાર્યક્રમનું આયોજન કરેલ છે. તેઓ સૌરાષ્ટ્ર ગુજરાતમાં યોજાતી સંગીત સ્પર્ધાઓમાં એમની નિર્ણાયક તરીકે અનેરુ સ્થાન ધરાવે છે. ૨૬ જેટલા ગીતોની સ્ક્રીપ્ટ સાથે કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં ગાયક કલાકાર તરીકે લલીતભાઇ ત્રિવેદી, અજય દવે, નટુભાઇ પાણખણીયા, સંજય મહેતા, ભાવનાબેન અંબાસાણા, પુનમ ગજેરા, ઐશ્ર્વયા રાજલક્ષ્મી, રાજશ્રીબેન દવે જેવા કલાકારો દ્વારા ગીતોનો રસધાર પીરસવામાં આવશે. આ કાર્યક્રમમાં મનીષ જોષી (મ્યુઝીક એરેન્જર), હિતેષ મહેતા (ગીટાર), ફિરોઝ શેખ (ઓકટોપેડ), મહેશ ઢાકેચા કોગો, ઢોલકબોગોમા પોતાનું કૌવત બતાવશે. વધુ વિગત તથા પાસ મેળવવા માટે લલીતભાઇ ત્રિવેદી મો. ન. ૯૮૨૬૩ ૪૪૬૩૬, અજય દવે, કિશોરસિંહ જેઠવા, જાગૃતિબેન દવેનો સંપક કરવા અનુરોધ છે.