દશેરા નિમિતે શસ્ત્રપૂજાનું આયોજન આગેવાનોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી
ઈતિહાસમાં સૌરાષ્ટ્રની ધીગી ધરા સંત અને શુરાઓથી સુશોભીત રહી છે.ત્યારે ખવાસ રજપૂત સમાજના સંત અને સૂરા બંને જગ પ્રસિધ્ધ છે. સંત શિરોમણી દેશળભગત સંત લાલજી ભગત, સંત શિરોમણી દેવુભગત, સંત શિરોમણી સંપૂર્ણાનંદ, સંત સતી પાનબાઈ, સંત અને શુરાઓના સાનિધ્યમાં વિજયાદશમીએ શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.
દશેરા એટલે ખવાસ રજપૂત સમાજના વીર નાગડાજી વજીર, વીર જેસાજી, વજીર, વીર ભાણજી દલ, શોર્યના શ્રૃંગાર અ ને પરાક્રમની પૂજા દશેરા એટલે ભકિત અને શકિતનું પવિત્ર મિલન માટે જ રાજકોટમાં દશેરાના દિવસે સમસ્ત ખવાસ રજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ તથા આજુબાજુનાંવિસ્તારમાં રહેતા જ્ઞાતીબંધુને જે સંસ્કૃતિ અને વારસો વડવાઓ દ્વારા મળ્યો છે તેને ગૌરવભેર ઉજાગર કરવા સમસ્ત ખવાસ રજપૂત સમાજના આગેવાનો એ અબતકની મુલાકાત લીધી. આયોજનને સફળ બનાવવા પ્રમુખ કાનાભાઈ ચૌહાણ સાવનભાઈ રાઠોડ, દેવસિંહભાઈ પરમાર, ગોવિંદભાઈ પરમાર, પિન્ટુભાઈ પરમાર, મહેન્દ્રભાઈ ચૌહાણ, બલવીરભાઈ પરમાર, સત્યજિતભાઈ પરમાર, રાજભાઈ સોઢા, હીતુકાકા, અનીશ ચૌહાણ, સંદિપભાઈ જાદવ, અક્ષયભાઈ જાદવ, ધવલભાઈ ચૌહાણ, કેવીનભાઈ ચૌહાણ, રવિભાઈ રાઠોડ, હાર્દિકભાઈ સીંધવ, પ્રકાશભાઈ રાઠોડ, રાહુલભાઈ મકવાણા તથા સંસ્થાના તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં શસ્ત્ર અને સાફા સાથે આવવાનું રહેશે. કાર્યક્રમનું સ્થળ શ્યામનગર ૧/૩ દેશળદેવ હોલ, નાના મૌવા મેઈનરોડ, રાજનગર ચોક પાસે સવારે ૧૦ થી ૧૨ કલાકે યોજાશે.