જામનગર સમાચાર

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યામાં ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ના શ્રી રામ મંદિર પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે  તે અંતર્ગત અયોધ્યા શ્રી રામ મંદિરમાં અક્ષત કળશ પુજન અર્ચન કરીને દેશના દરેક પ્રાંતને અપૅણ કરાયા છે. જે કળશ દરેક હિન્દુ સમાજના  ધરે  શ્રીરામ મંદિરનું નિમંત્રણ આપવા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા તથા દરેક હિન્દુ સમાજ ધાર્મિક સંસ્થાઓ દ્વારા પૂજ્નનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.WhatsApp Image 2023 11 21 at 10.23.45 39b4161a

જેના અનુસંધાને  જામનગર વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા તથા જામનગર ગ્રામ્ય જિલ્લા અને જામનગર મહાનગર જીલ્લા સહ કળશ અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં કોઠારી સ્વામી  ચતુર્ભુજ સ્વામીના વરદ હસ્તે આપવામાં આવ્યા હતા. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી દેવજીભાઈ મીયાત્રા ,પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા ,માતૃશક્તિ સહસંયોજિકા હીનાબેન અગ્રાવત ,જામનગર વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા , મંત્રી દીપકભાઈ જાની, સહ મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા,  સહસંયોજક સંજયસિંહ કંચવા, જામનગર મહાનગરના જિલ્લા ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા ,જીલ્લા મંત્રી હેમતસિંહ જાડેજા ,સહમંત્રી સુરેશભાઈ ગોંડલીયા, પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, વિશેષ સંપર્ક પ્રમુખ કલ્પેનભાઈ રાજાણી ,દુર્ગાવાહિની સંયોજીકા કૃપાબેન ,લાલ બજરંગ દળ સુરક્ષા પ્રમુખ કલ્પેશભાઈ મકવાણા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપાધ્યક્ષ નીલમબેન વાયડા ,સત્સંગ સયોજિકા સીતાબેન સુમણીયા ,જામનગર ગ્રામ્ય જિલ્લામાંથી જિલ્લા ઉપાધ્યક્ષ લક્ષ્મણભાઈ ફળદુ, જિલ્લા મંત્રી પ્રીતમસિંહ વાળા ,સહસંયોજક હેમતસિંહ ચૌહાણ તથા દરેક કાર્યકર્તા બંધુ ભગિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.આગામી તારીખ ૧ જાન્યુઆરીથી ૧૫ જાન્યુઆરી સુધી ઘર ઘર સંપર્ક અભિયાન કરીને ધર્મ પ્રેમીઓને આમંત્રણ આપવામાં આવશે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.