કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હર્ષ અને ઉલ્લાસ સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી શોભાયાત્રા નિકળી હતી .
શ્રીકૃષ્ણ ભગવાન જે ભગવાન વિષ્ણુના અવતાર છે. શ્રીકૃષ્ણ ના જનમદિવસને જન્માષ્ટમી તહેવારના રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમ (કૃષ્ણ પક્ષ) તિથિ જન્માષ્ટમી નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.
જન્માષ્ટમી હિંદુઓનો વાર્ષિક તહેવારના રૂપમાં ઉજવાય છે. આ તહેવાર રક્ષાબંધનના આઠમા દિવસે આવે છે. આ દિવસે લોકો ઘરમાં અને મંદિરોમાં ભવ્ય ઉજવણી કરે છે. લોકો ઘરમાં પણ શ્રીકૃષ્ણના ગોકુળિયું સજાવે છે અને આખો દિવસ ઉપવાસ પર રહે છે અને જુદી – જુદી વાનગીઓ નો ભોગ કે 56 ભોગ લગાવે છે. દ્વારકા અને મથુરામાં આ તહેવારની ભવ્ય ઉજવણી થાય છે. લોકો કૃષ્ણભક્તિમાં ડૂબી જાય છે.