ખાનગી હોસ્પિટલ કરતાં અડધી કિંમતે રિપોર્ટ થશે
સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે રાજકોટ કેન્દ્રનું સ્થાન ગણવામાં આવે છે ત્યારે સરકારી દવાખાનામાં સમયાંતરે ખાનગીકરણ કરવા રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખાનગી નિદાન કેમ્દ્રને રાહતભાવે રિપોર્ટ કરવાના બદલામાં ઓપીડી બિલ્ડીંગના સેલરમાં જગ્યા ફાળવામાં આવી છે. રાહત ભાવે મગજના રિપોર્ટ સાથે બીપીએલ કાર્ડ ધારકોને વિનામૂલ્યે રિપોર્ટ કરી આપવા ધારાસભ્યો સીવીલમાં ન્યુરોડાયગ્નોસ્ટિક સેન્ટરનું ઉદધાટન કરશે.
રાજકોટ સીવીલ હોસ્પિટલમાં હજારો જરીયાતમંદ દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા હોય ત્યારે સીવીલ હોસ્પિટલમાં વધુ એક ખાનગીકરણ સેન્ટર માટે જગ્યા ફાળવામા આવી છે.
જયાં દર્દીઓની સારવાર અને રીપોર્ટ વિનામૂલ્યે કરવામાં આવે છે ત્યાં હવે બે બે ખાનગીકરણ સેન્ટરો ધમધમશે સીવીલ હોસ્૫િટલની ઓપીડી બિલ્ડીંગમાં વિશાલ ન્યુરોડાયન્ગોસ્ટિક સેન્ટરનું ટુંક સમયમાં ઉદધાટન કરવામાં આવશે.
ન્યુરો ડાયગ્નોસ્ટિક સેન્ટરને એક હોલ, બે રુમ, અને પેસેજમાં સ્નાયુને લાગતી સમસ્યા નસના રીપોર્ટ કે જેમાં કઇ નસી કયા દબાય છે ઇન્ફેકશન છે કે કેમ વાઇ આવવી આંખની નસ સુકાઇ જવી જેવી સમસ્યાઓના રીપોર્ટ રાહત દરે કાઢી આપવામાં આવશે.
સરકાર દ્વારા મસમોટા સેલરનું ભાડુ ૨૫૦૦૦ જેટલું રાખી સરકારે ખાનગી સંસ્થાને જ રાહત ભાવે જગ્યા આપી હતી. સામે સેન્ટર દ્વારા કોઇપણ રિપોર્ટ રૂ ૧૪૦૦ માં કરી આપવામાં આવશે. તથા બીપીએલ કાર્ડ ધારકોને વિનામૂલ્યે રિપોર્ટ કાઢી આપવામાં આવશે. રાજકોટ અને સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે ર૮મી ઓકટોબરથી સેન્ટર ખુલ્લુ મુકવામાં આવશે જેમાં શહેરના ધારાસભ્યો સાથે અગ્રણીઓ ઉદધાટનમાં ઉ૫સ્થિત રહેશે.