- થીલો, વોલેટ, કમર બેલ્ટ, આઇ લવ પાયા, ટીશર્ટ, પેન, રીસ્ટ વોચ વગેરે ગીફટ જાહેર કાર્ડમાં મળશે
- પિતાને થેન્કસ કહેવાનો દિવસ એટલે ફાધર્સ ડે
ફાધર્સ-ડે અર્થાત આપણા અસ્તિત્વનો આદર -ડે. સંતાનો આ દિવસે પોતાના પ્રાણદાતા પિતા પ્રત્યે લાગણી વ્યક્ત કરવા અનેક અનુસંધાનો શોધે છે. આ દિવસે પિતાને મનગમતી સરપ્રાઈઝ ગીફ્ટ તથા કાર્ડસ આપી ખુશી બમણી કરી દે છે, જૂનના ત્રીજા રવિવારે વિશ્વના 100થી વધુ દેશોમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
પપ્પા, પિતા, બાપુજીનો પ્રેમ અપાર હોય છે પરંતુ તે વ્યક્ત થતો નથી, રાત-દિવસ સંતાનોને ઉછેરવા જાત ઘસી નાંખતા પિતાના પ્રેમને ખાસ કરીને સંતાનો યુવાવયના થાય ત્યારે જાણવો, સમજવો પડે છે પરંતુ મોટાભાગે યુવાનોને તે પિતા થયા પછી અને સંતાનો મોટા થયા પછી સમજાય છે જયારે પિતા હોય પણ ખરા અને ન પણ હોય.
16 જુન રવિવારનો દિવસ પપ્પાના પરિવાર પ્રેમને ઓળખી કૃતજ્ઞતા વ્યકત કરવાનો, ડેડીને થેન્ક્સ કહેવાનો દિવસ ઉજવાશે.
તા.16 જુન ને રવિવારના રોજ વિશ્વભરમાં ફાધર્સ ડેની ઉજવણી થાશે. ડો.યાજ્ઞિક રોડ ઉપર આવેલ જોહર કાર્ડસવાળા યુસુફઅલીભાઈ તથા હસનેનભાઈ તેમજ કાલાવડ રોડ, પ્રેમ મંદિર રોડ, ગાર્ડન સામે આવેલ જોહર ગેલેરીવાળા જોહરભાઈએ ફાધર-ડેની ગીફ્ટ અને કાર્ડસ અંગે જણાવ્યું કે ગીફ્ટ આપવા માટે પપ્પા માટે ખાસ સેસ આવેલ છે જેમાં બેસ્ટ ડેડી ઈન ધ વર્લ્ડ, સુપર ડેડ, માય 5 ડેડ માથ એ.ટી.એમ, ફાધરના કેપ્શનવાળા સિરામિક મગ જેમાં અલગ અલગ આવેલ લખાણ હોય છે, ફાધર ઈઝ ગોડ ગીફટ અને આ સિવાઈ ઘણી પ્રકાર ના પેન સ્ટેન્ડ, પીલો, વોલેટ, કમર બેલ્ટ, આઇ લવ પાપા, આઇ લવ ડેડ વાળા સ્પેશિયલ કીચેઈન, પેન, કોમ્બોસેટ, શોપીસ, રીસ્ટ વોચ, ચોકલેટ બુકે, ડાયરી, ફાધરના કોટેશનવાળી ફ્રેમ, સ્પેશિયલ ડેડ લખેલ પોકેટ ઘડીયાલ, ક્રિસ્ટલ ના શોપીસ જેમાં હેપી ફાધર્સ ડે લખેલ આ સિવાય પપ્પાને આપવા માટે સ્પે.લખાણવાળી સંખ્યાબંધ ગીફ્ટ આવેલ છે, સીંગાપુર કંપનીની ઝેડ.એમ.ના ડીઓ, પરફ્યુમ તથા દુબઈના ઘણીજ પ્રકાર પરફયુમ આવેલ છે, પ્રસનલાઇઝમા નામવાળા વોલેટ, કીચેઈન, પાસપોર્ટ કવર, કોમ્બો વોલેટ, પીલો, પેન, ટીશર્ટ, કીચેઇન, મલ્ટીકલર બોટલ, જેન્ટસ ના નામવાળા કડા, મિરર વાળી ફોટોફ્રેમ, લોકેટ, વુડન મા સ્કેચ ફોટો આ ઉપરાંત નાઈસ ફાયર, યોર લવ ફાધર ઈઝ ગોડ ગીફ્ટ, યુ આર એમેજીંગ ફાધર વગેરે હેડીંગવાળા સ્પે.લખાણવાળા ફાધર કાર્ડસ આવેલ છે.