આજી જી.આઈ.ડી.સી.માં સ્ટ્રીટ લાઈટ, રસ્તાની સફાઈ સહિતની પ્રાથમિક સુવિધા આપવા માંગ
આજી જી.આઇ.ડી.સી.માં સળગતી સમસ્યા અંગે ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા કરવામાં આવેલ રજુઆત આજી જી.આઇ.ડી.સી.ના વિસ્તારમાંથી વરસાદના પાણીના નિકાલ માટે આર.એમ.સી. દ્વારા પાણીના નિકાલની પાઇપલાઇન માટે ખોદકામ શરૂ કરવામાં આવેલ છે . આ બાબતે આજી જી.આઇ.ડી.સી. એસોસીએશન સાથે કોઇપણ પ્રકારના વિચાર વિમર્શ કર્યા વગર રસ્તા તોડવાનું કામ શરૂ કરી દીધેલ છે . આ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં દરરોજના સેંકડો વાહનો, ટ્રક અને ક્ધટેનર આવતા જતા હોય છે. તે તમામ વાહન વ્યવહાર અટકી જશે અને ઉદ્યોગોને ડીલીવરીમાં ખુબ જ અગવડતા ઉભી થશે. આજી જી.આઇ.ડી.સી.ની બાજુમાં એક વોકળો પસાર થાય છે અને તે વોંકળામાં સીધુ જ વરસાદના પાણીના નિકાલનો રસ્તો થઇ શકે તેમ છે . પરંતુ એ વોકળાની બાજુમાં મફતીયુંપરુ આવેલ છે . અને તે મફતીયાપરામાંથી વોંકળા તરફની પાઇપલાઇન કાઢવામાં આર.એમ.સી. ની તૈયારી નથી . તેને બદલે કાયદેસર સ્થાપાયેલ ઔદ્યોગીક એકમોને અગવડતા પડે તે લક્ષમાં લીધા વગર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાંથી પાઇપલાઇન ખોદવાનું શરૂ કરી દીધેલ છે જે તાત્કાલીક અટકાવવું જરૂરી છે .
હાલમાં પણ આજી જી.આઇ.ડી.સી. એસોસીએશનની ઘણા વખતથી માંગણી છે કે આજી જી.આઇ.ડી.સી.માં સ્ટ્રીટ લાઇટ , રસ્તાની સફાઇ અને મેઇન્ટેનન્સ કે એવી કોઇપણ પ્રાથમીક સુવિધા આર.એમ.સી. દ્વારા આપવામાં આવતી નથી . હાલ આજી જી.આઇ.ડી.સી.ના ઉદ્યોગો જી.આઇ.ડી.સી. અને આર.એમ.સી. બંનેને ટેક્ષ ભરે છે આમ ડબલ ટેક્ષેસન હોવા છતાં આજી જી.આઇ.ડી.સી.ના ઉદ્યોગો પ્રાથમિક સુવિધાથી પણ વંચીત છે . આ સંજોગોમાં આર.એમ.સી. દ્વારા રસ્તા ખોદવાનું કામ તાત્કાલીક અટકાવીને આ વિસ્તારમાં પ્રાથમીક સુવિધા આપવામાં આવે.