રંગીલા રાજકોટના લોકો માટે બ્લુ ક્લબ રાજકોટ નો બિગેસ્ટ ગારમેન્ટ શોરૂમ કે જેમાં સુપર પ્રીમિયમ બ્રાન્ડ હોય તેવો શોરૂમ ખુલ્લો મુક્યો છે. રૂમમાં 35 થી વધુ સુપર પ્રીમિયમ બ્રાન્ડના કપડા એક જ સ્થળેથી મળી રહે તે માટે બ્લુ ક્લબ દ્વારા આ નવું નજરાણું શરૂ કરવામાં આવ્યું છે. હાલ મોટા મોલમાં આ પ્રકાર ના વિવિધ શોરૂમો જોવા મળે છે પરંતુ એક જ સ્થળ એટલે કે એક જ ગારમેન્ટ શોરૂમમાં આ તમામ બ્રાન્ડના કપડા લોકો સરળતાથી અને વિવિધ વેરાઈટી વાળા કપડાની ખરીદી કરી શકશે.
રાજકીય આગેવાનો સાથે શહેરના પ્રતિષ્ઠિત લોકો ઉદઘાટન પ્રસંગે રહ્યા હાજર
ગ્રાન્ડ ઓપનિંગ પ્રસંગે રાજકીય આગેવાનો ની સાથે સમાજના પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બ્લુ ક્લબના હરીશભાઈ ભારાણી અને તેમના પરિવારને શુભેચ્છા પણ પાઠવી હતી.
દિવસે જ રંગીલા રાજકોટના લોકો ખરીદી કરવા પણ આવી પહોંચ્યા હતા. 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા ઇમ્પિરિયલ હાઇટ્સની સામે બ્લુ ક્લબ દ્વારા આ રાજકોટના બિગેસ્ટ ગારમેન્ટ શોરૂમને ખુલ્લો મુકવામાં આવ્યો છે. બ્લુ ક્લબ માત્ર રાજકોટ જ નહીં પરંતુ આણંદ, ભાવનગર, ભુજ, ગાંધીધામ, જામનગર, મોરબી, પોરબંદરમાં પણ આ શોરૂમ ખુલ્લા મુકવામાં આવ્યા છે.
લોકો મુખ્યત્વે પુમા સ્પાઇકર, મુફ્તી, ગેપ, લીવાઈઝ જેવા બ્રાન્ડેડ કપડા પહેરવાનું પસંદ કરતા હોય છે જે હવે કોઈ એક્સક્લુઝિવ શો રૂમમાં નહીં પરંતુ બ્લુ ક્લબમાં જ આ પ્રકારની 30થી વધુ બ્રાન્ડના કપડા મળી શકશે. નાના બાળકોથી લઇ ગયો વૃદ્ધ લોકોના પ્રીમિયમ રેન્જના કપડા આ શોરૂમમાં ખૂબ સરળતાથી મળી રહેશે અને અનેકવિધ વેરાઈટી પણ એક જ સ્થળ ઉપર જોવા મળે તેવી એક વિશેષ વ્યવસ્થા બ્લુ ક્લબ દ્વારા ગોઠવવામાં આવેલી છે.