અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત દરમિયાન આયોજકોએ સેવા કાર્ય અંગે આપી વિસ્તૃત માહિતી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માનવ, ધર્મ સેવા કાર્ય માટે જાણીતી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિ:સંતાન ગંગાસ્વરૂપ બહેનોની યાત્રા, 108 પોથી ભાગવત સપ્તાહનું પુણ્યશાળી કાર્યનું આયોજન અંગે ‘અબતક’ની મુલાકાતે આવેલા ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઇ ભટ્ટ, શાસ્ત્રી રમેશભાઇ જોષી, કશ્યપભાઇ ભટ્ટ, જયમીલભાઇ પંડ્યા અને ચિંતનભાઇ રાચ્છે આ પુણ્યકાર્યની વિગતો આપતા જણાવ્યું હતું કે પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરમાં વસતા નિરાધાર, નિ:સહાય, નિ:સંતાન, ગંગા સ્વરૂપ માતાઓ (વિધવા)ના પિતૃઓના મોક્ષાર્થે વિનામૂલ્યે હરિદ્વાર (ગંગાકિનારે) 108 પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું તારીખ 24/02 થી તા.06/03 સુધી કરવામાં આવેલ છે. આ ભાગવત સપ્તાહના મુખ્ય યજમાન પદે સ્વ.ક્રિષ્નાબેન અતુલભાઇ કારીયા ચેરીટેબલ ટ્રસ્ટ તથા કારીયા પરિવાર બિરાજશે તથા 23મા વર્ષે 11 દિકરીઓના સર્વ જ્ઞાતિ સમુહ લગ્ન ગીત તા.4/12/2022ના રોજ રાખવામાં આવેલ છે. જેના ફોર્મ વહેલા તે પહેલાના ધોરણે કાર્યાલય પરથી આપવામાં આવશે.
આ ભાગવત સપ્તાહના વ્યાસાસને શાસ્ત્રી રમેશભાઇ જોષી સુંદર શૈલીમાં ભાગવત સપ્તાહનું રસપાન કરાવશે. આ યાત્રીમાં સામેલ થનાર ગંગા સ્વરૂપ માતાઓને રાજકોટ રેલ્વે સ્ટેશનથી રેલ્વે સ્લીપર ક્લાસમાં લઇ જવામાં આવશે. આ યાત્રા તથા સમુહ લગ્નના ફોર્મનું વિતરણ તા.25/09/2022 થી 10/10/2022 સુધી સવારે 10 થી 12 તથા સાંજે 5:00 થી 8:00 કલાકે તા.20/10 સુધીમાં સંસ્થાના કાર્યાલય શ્રીપ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી પ્રગટ હનુમાનજી મંદિર, લક્ષ્મીવાડી શેરી નં.9/અ, મિલપરા મેઇન રોડ, રાજકોટ ઉપર રહેશે. આ યાત્રામાં મર્યાદિત સંખ્યા લઇ જવાની હોય માટે વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ વિતરણ કરવામાં આવશે.
સંસ્થા દ્વારા માર્ચ મહિનામાં નેપાળ, એપ્રિલ મહિનામાં રામેશ્ર્વરમ, મે મહિનામાં જગન્નાથપુરી (ગંગાસાગર), જુન મહિનામાં વૈશ્ર્વદેવી તથા અન્ય ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવશે.
આ માનવ સેવા કાર્યમાં સંસ્થાના કશ્યપભાઇ ભટ્ટ, દેવાંગભાઇ ભટ્ટ, પાવન શિશાંગિયા, પ્રિયાંશક ગોહેલ, ધર્મેશ રાઠોડ, બપુબાપા માખેલા, સવજીબાપા, જયાબેન વાઘેલા, દિનેશભાઇ મહેતા, કિશનભાઇ સુચક, પંકજભાઇ વ્યાસ, બકુલભાઇ સરવૈયા, દેવશીભાઇ વાડોલીયા તથા અન્ય કાર્યકરો સેવા આપી રહ્યા છે. વધુ માહિતી માટે સંસ્થાના પ્રમુખ જગદીશભાઇ એસ.ભટ્ટ મો.નં.99250 17888નો સંપર્ક કરવા જણાવાયું છે.