સુરેન્દ્રનગર જિલ્લામાં કુદરતી સંપત્તિનો અખૂટ ભંડાર પેટાળમાં છે. અત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી થાનગઢ પંથકમાં પેટાડ જમીનમાંથી ગેરકાયદેસર રીતે કાર્બોસેલ ખોદી અને લાખો કરોડો રૂપિયાની કમાણી ખનીજ માફિયાઓ કરી રહ્યા છે આ ખનીજ માફિયાઓ ઉપર કમર કસવા માટે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા હાલમાં સારી કામગીરી કરવામાં આવી રહી છે ગેરકાયદેસર ચાલતી ખનીજની ખાણો ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ગેરકાયદેસર ચાલતી ખનીજની કાર્બોસિલની ખાણો બુરાણ કરવામાં આવી રહી છે.
ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદે ચાલતી કોલસાની ખાણો બુરવામાં આવી રહી, જેને લઈ ખનિજ માફિયાઓ લડી લેવાના મૂળમાં: ખનિજ માફિયાઓની બેઠકમાં એક ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યની હાજરી
સુરેન્દ્રનગર જિલ્લામાં 100 વધુ ચાલતી ગેરકાયદેસર ખાણો તંત્ર દ્વારા પૂરી નાખવામાં આવી છે અને ખનીજ માફીઆઓની ખનીજ ચોરી અટકાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે પરંતુ હવે ખનીજ માફીઆઓ ના પેટમાં તેલ રેડાયું છે ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે હવે ખનીજ માફીઆઓ લડી લેવાના મૂળમાં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ જ સંદર્ભે રાજકારણનો સહારો હવે ખનીજ માફિયાઓએ લઈ લીધો છે સુરેન્દ્રનગર જેમાં થાન પંથકમાં કાલે બે બેઠક યોજવામાં આવી છે. જેમાં વાસુકી દાદાના મંદિરે બેઠકમાં એક ધારાસભ્ય ની હાજરીમાં યોજાય હતી.
ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં ખનીજ સાથે જોડાયેલા લોકો હાજર રહ્યા છે. ખનીજ ખોદકામ કરતાં લોકો આ બેઠકમાં હાજર રહ્યા છે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં આ ખનીજ ખોદકામ કેવી રીતે ચાલુ કરવું અને ખનીજ ખોદકામના ખાડા જે બુરી રહ્યા છે તે તંત્રને કેવી રીતે અટકાવવા તે અંગેની ચર્ચા કરવામાં આવી હોય તે અંગેની વિગતો લોકમુકે મળી રહી છે આ બેઠક ગુપ્ત રીતે કરવામાં આવી હતી જેમાં ધારાસભ્યની હાજરી આપી હતી ખનીજ માફીઆઓને સાંભળ્યા હતા અને આ અંગે શું નિર્ણય આવી શકે તે અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હોય અને જિલ્લામાં ખનીજ ચોરી ફરીથી ચાલુ થાય તે દિશામાં પ્રયાસ કરવામાં આવ્યા હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે.
પૂર્વ ધારાસભ્ય દ્વારા પણ બેઠક યોજવામાં આવી છે ખનીજ માફિયાઓ સાથે આ બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં મહત્વનો નિર્ણય એ કરવામાં આવ્યો છે કે પંથકમાં ચાલતી ગેરકાયદેસર ચાલતી કામગીરી ખનીજની ચાલુ રાખવા દેવામાં આવે તે અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી છે જોકે ચર્ચા બાદ નિર્ણય કરવામાં આવ્યો છે અને પૂર્વ ધારાસભ્ય એ ગંભીર આક્ષેપ કર્યા છે કે ખાણ ખનીજ વિભાગ અમુક લોકોના ખાડા જ બુરી રહ્યા છે બાકીના તમામ ખાડાઓ ચાલુ હોવાના ગંભીર પ્રકારના આક્ષેપો પૂર્વ ધારાસભ્ય કર્યા છે.