આરોગ્ય સેવાઓનો વિસ્તાર વધુને વધુ કરવા નીતિ આયોગ દ્વારા સ્ટ્રેટેજીક પર્ચેસીંગની દરખાસ્ત મુકાઈ: દેશમાં હેલ્થઈન્સ્યોરન્સથી સુરક્ષીત લોકોની સંખ્યા ૨૦ ટકાથી વધારવાનો મોદી સરકારનો સંકલ્પ
લોકોની ખરીદ શક્તિ અને સેવાઓ પાછળના ખર્ચને પહોંચી વળવા નીતિ આયોગ આગામી સમયમાં હેલ્થકેર સર્વિસને એક તાંતણે બાંધવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યું છે. લોકોને સરળતાથી સસ્તાદરે હેલ્થકેરની સુવિધા મળી રહે તેવો ધ્યેય મોદી સરકારનો છે. જેમાં નીતિ આયોગ હવે હેલ્થકેર વિષય ઉપર વધુ ધ્યાન આપશે તેવી શકયતા છે.
તાજેતરમાં નીતિ આયોગ દ્વારા પોલીસી પેપર રજૂ યું હતું. જેમાં પ્રાઈવેટ સેકટર તરફથી લોકોને આપવામાં આવતી આરોગ્ય સેવાઓનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. દર વર્ષે લાખો લોકો કરોડોના ખર્ચે હેલ્થકેર સેવાઓ મેળવતા હોય છે. જેના સ્થાને હવે સરકાર ખાનગી કંપનીઓની વિવિધ યોજનાઓને એક છત હેઠળ લઈ આવશે. લોકોને સસ્તાદરે હેલ્થકેરની સુવિધા પૂરી પાડશે. બીજી તરફ સરકારના આ નિર્ણયથી સેવાઓ સાથે જોડાયેલી કંપનીઓને પણ આગામી સમયમાં લોકો સુધી પહોંચવામાં સરળતા રહેશે.
ભારતીય બજારમાં સેવા સેકટરનો સૌથી ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. અન્ય સેકટરની સરખામણીએ સેવા સેકટર ઝડપથી વિકશે છે. ત્યારે આ સેકટર સો સંકળાયેલી કંપનીઓનો વિકાસ જળવાઈ રહે તે સરકાર માટે પણ જરૂરી છે. બીજી તરફ દર વર્ષે લોકો મસમોટી રકમ હેલ્થકેર પાછળ ખર્ચતા હોય છે. સરકાર લોકોના સ્વાસ્થ્ય માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ (સીજીએચએસ) ચલાવે છે.
આ ઉપરાંત કર્મચારીઓ માટે ઈસીઆઈસી જેવી યોજનાઓ પણ ચાલી રહી છે. આયુષ્યમાન ભારત યોજના પણ લોકોને આરોગ્ય સેવા પાછળ થતાં ખર્ચમાં રાહત આપે છે.
ભારતમાં લોકોના સ્વાસ્થ્ય પાછળ તો ખર્ચ છેલ્લા થોડા વર્ષોમાં સરેરાશ જીડીપીના ૧.૪ની ઝડપે વધી રહ્યો છે. દેશની માત્ર ૨૦ ટકા જનતા જ હેલ્થ ઈન્સ્યુરન્સથી રક્ષીત છે. આયુષ્યમાન ભારત યોજના થકી વધુને વધુ લોકો સુધી પહોંચવાની ગણતરી સરકારની છે. આવા સંજોગોમાં નીતિ આયોગ દ્વારા લોકોને આરોગ્ય પાછળ થતાં ખર્ચમાં સમયાંતરે ઘટાડો કરવાની જરૂરીયાત ઉભી થઈ છે. લોકોની ખરીદ શક્તિ વધે અને કંપનીઓનો ફાયદો પણ વધે તે માટે નીતિ આયોગ દ્વારા સ્ટ્રેટેજીસ પર્ચેસીંગની દરખાસ્ત મુકાઈ છે. જેના હેઠળ લોકોને સસ્તાદરે વધુને વધુ સારી હેલ્થ રીલેટેડ સેવા મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
ભારત માટે ૨૧મી સદીની હેલ્થ સિસ્ટમા તૈયાર કરવા અંગેના એક રીપોર્ટમાં નીતિ આયોગ દ્વારા હેલ્થ સેકટરમાં બદલાવ માટે સેવાઓની રણનીતિ, ખરીદીની દરખાસ્ત મૂકી છે. રિપોર્ટમાં આયોગે મીડલ કલાસ માટે હેલ્થ કેર સિસ્ટમ બનાવવાની વકીલાત કરી છે. માઈક્રોસોફટના ફાઉન્ડર બીલ ગેટસની ઉપસ્થિતિમાં સોમવારે નીતિ આયોગના ચેરમેન રાજીવ કુમારે રિપોર્ટ રજૂ કર્યો હતો.
હેલ્થ સિસ્ટમ ફોર ન્યુ. ઈન્ડિયા નામના આ રિપોર્ટમાં કહેવાયું છે કે દર વર્ષે એક બિલીયનની લેવડદેવડની કલ્પના કરીએ. જેમાં દર્દી સ્વાસ્થ્ય સેવા આપનાર પ્રોવાઈડર પાસે સારવાર કરાવે છે. જેમાં મોટાભાગના ખાનગી પ્રોવાઈડર જેઓ પોતે જ કિંમત નકકી કરે છે. નીતિ આયોગતા સેવા મીડલ કલાસ માટે હેલ્થકેર સિસ્ટમ ઉભુ કરવા ઈચ્છે છે જેઓ કોઈપણ પબ્લીક હેલ્થકેર સિસ્ટમનો ભાગ નથી.