વસ્ત્રાપુર પોલીસ મથકના એકાઉન્ટન્ટ રાઇટર હેડે પોતાના ગોતા ખાતેના દિવા હાઇટસમાં મોડીરાતે જીવન ટૂંકાવ્યું: આત્મહત્યા શા માટે કરી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ

અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ મથકમાં એકાઉન્ટ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા પોલીસમેને પોતાના ગોતા ખાતેના દિવા હાઇટસ નામના બિલ્ડીંગના બારમાં માળેથી પત્ની અને ત્રણ વર્ષની માસુમ પુત્રી સાથે પડતુ મુકી જીવન ટૂંકાવતા પોલીસબેડામાં શોક સાથે અરેરાટી મચી ગઇ છે. પોલીસમેન કુલદીપ યાદવે શા માટે આપઘાત કર્યો તે અંગે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.

વિગતો મુજબ પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે મોડી રાત્રે દોઢ વાગે તેની ત્રણ વર્ષની બાળકી આકાંક્ષી, પત્ની રિદ્ધી બેન સાથે 12મા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. મૃતક કુલદિપસિંહના બહેન તેમની નજીકમાં જ રહે છે.અને તેને બનાવની જાણ થતાં જ તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.બનાવની જાણ પોલીસને થતાં તેને ઘટના સ્થળે દોડી તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આપઘાત પાછળનાં કારણો જાણવા તજવીજ શરૂ કરી છે.

અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને આ બનાવની જાણ થતાં સોA policeman committed mass suicide with his wife and daughter in Ahmedabadલા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસ પરિવારની સામૂહિક આપઘાતનો આ પહેલો બનાવ છે. કુલદીપસિંહ અને તેમની પત્નીએ આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું તેની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે,કુલદીપસિંહ ભાવનગરના સિહોરના વતની પોલીસકર્મી કુલદીપસિંહ ભાવનગરના સિહોરના વતની હતા અને તેમના પત્ની સિહોરની બાજુમાં આવેલા વડીયાના રહેવાસી હતા. તેમના જાણીતા લોકોનું કહેવું છે કે કુલદીપસિંહ સ્વભાવે અત્યંત શાંત અને સરળ વ્યક્તિ હતા, આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું તે હજુ સમજાતું નથી.જેથી પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા તજવીજ હાથધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.