દાહોદ તાલુકાના રાછરડા ગામે જાહેરમા ધમધમતા જુગાર ધામ પર પોલીસે દરોડો પાડીને શકુનીઓને પકડી પાડયા હતા. એલસીબી પોલીસે દરોડો પાડતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જોકે દરોડાની પૂર્ણ તૈયારી કરીને ગયેલી એલસીબી પોલીસે એક બે નહી પરંતુ 23 જેટલા જુગારીયાઓને ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ 11 જેટલી મોટર સાયકલો અને એક ફોરવીલર ગાડી સહિત કુલ રૂ.૮૫૧૮૧૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
શું હતો સમગ્ર મામલો ??
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના દાહોદ જિલ્લાની છે જ્યાં દારૂ જુગારની બદીને કડક રીતે ડામી દેવા માટે જિલ્લા પોલીસવડા બલરામ મીણાના નિર્દેશો અનુસાર દાહોદ એલસીબી પોલીસની ટીમ સતત પેટ્રોલિંગ કરી છે ત્યારે સ્થાનિક પોલીસને વધુ એક સફળતા મળી હતી જેમાં દાહોદ એલસીબી પોલીસ ઇન્સ્પેકટર કે ડી ડિંડોર, પી એસ આઈ એમ એલ ડામોર, પી એસ આઇ આર બી ઝાલા, પી એસ આઇ જે બી ધનેસા તથા એલ સી બી ની ટીમ કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન પત્તાપ્રેમીઓને પકડી પાડયા હતા.
ખાનગી રાહે બાતમી મળતા કરાઈ કાર્યવાહી !!
એલસીબી પોલીસ ઇન્સ્પેકટર કે ડી ડિંડોરનેખાનગી રાહે બાતમી મળી હતી કે, દાહોદ તાલુકાના રાછરડા ગામે મોટા પાયે જુગારધામ ધમધમી રહ્યો છે. જે બાતમીના આધારે દાહોદ એલસીબી પોલીસે બાતમીવાળી જગ્યાએ ધમધમતા જુગાર ધામ પર આયોજનબદ્ધ રીતે ઓચિંતો દરોડો પડ્યો હતો. પોલીસની રેઇડ જોઈને જુગારીયાઓમા નાશ ભાગના દ્રશ્યો પણ સર્જાયા હતા.
જોકે, દરોડાની પૂર્વ તૈયારી સાથે આવેલી દાહોદ એલસીબી પોલીસની ટીમે જાહેરમા જુગાર રમતા 23 જેટલા જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. જુગારધામ પરથી જુગાર રમવાના પાના પત્તાની કેટો, રોકડ રકમ, 22 મોબાઈલ ફોન તેમજ 11 જેટલી મોટર સાયકલ અને એક ફોરવીલર ગાડી સહિત કુલ કુલ રૂ.૮૫૧૮૧૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.