- સન્માન ન સ્વીકારવાનું મારું પોતાનું વ્રત છે છતાં આજે કવિ ‘દાદ’ના પરિવારે સન્માન આપ્યું છે તે સ્વીકારીશ: પૂ.મોરારીબાપુ
મારા બાપુની સાથે કવિતા માણનારા તમામ મહાનુભાવો પધાર્યા , ‘શબ્દ સંભારણા’ એક અવિસ્મરણીય કાર્યક્રમ બની રહ્યો સરકારનો હૃદય પુર્વક આભાર : જીતુદાદ ગઢવી
પડધરી ખાતે કવિ ‘દાદ’ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને પૂ.મોરારીબાપુના હસ્તે મૂર્તિનું અનાવરણ તેમજ જીવન પ્રસંગો પર આધારિત પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું
કવિ દાદની સ્મૃતિમાં સરકારે રાજકોટના પડધરી માં આવેલ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજને કવિ દાદનું નામ આપ્યું છે.કવિ દાદના પરિવાર માટે આ ગૌરવવંતી ક્ષણ છે ત્યારે પડધરી ખાતે સરકારના ઋણ સ્વીકાર માટે કવિશ્રી દાદ પરિવાર દ્વારા શબદ સંભારણા” શ્રધાંજલિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.પૂજ્ય મોરારી બાપૂ તેમજ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કવિ દાદ સરકારી કોલેજ ખાતે કવિ દાદ ની મૂર્તિ નું અનાવરણ તેમજ તેમની સ્મૃતિમાં તેમના જીવન પર પ્રસંગો નું પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
આ તકે કવિ દાદના પુત્ર જીતુદાદ ગઢવી ,બિહારી હેમુ ગઢવી,રાજેન્દ્ર હેમુ ગઢવી,પદ્મ શ્રી ભીખુદાન ગઢવી, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ ,કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી,ધીરુભાઈ સરવૈયા, હરેશદાન ગઢવી,અનુભા ગઢવી સહિતના કલાકારો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ કવિ દાદની સ્મૃતિઓ યાદ કરી હતી.
કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોતમ રૂપાલા સરકાર વતી ઋણ સ્વીકારવા પડધરી સરકારી કવિ દાદ કોલેજ ખાતે પોહચ્યા હતા.કોલેજમાં મૂર્તિ નું અનાવરણ તેમજ તેમના જીવનના પ્રસંગો પર પ્રદર્શન તેમને ખુલ્લું મૂક્યું હતું.બાદમાં અબતક મીડિયા સાથેની વાતચીતમાં પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે ખૂબ જ મોટા ગજાના કવિ દાદ બાપુનું નામ કોલેજ સાથે જોડીને તેમજ મૂર્તિનું અનાવરણ કરી ને તેમને સ્મરણ કરવાનો એક અપૂર્વ અવસરમાં ભાગ લેવા આવ્યો અને ખૂબ આનંદ થયો .કવિ દાદ ની કવિતાઓ સહાય માટે લોકોને શીખવા માટે અનમોલ ભેટ છે.
કવિશ્રી દાદ બાપુ જેવા કવિ હોવું રાજ્ય માટે ગૌરવની વાત ,જાહેર મંચ પરથી ઋણ સ્વીકાર સ્વીકારું છું.કવિ દાદનું સ્મરણ દરેક અધ્યાપક અને વિદ્યાર્થીઓ અહીં કરશે .મારી દ્રષ્ટિએ કવિઓનું સન્માન કરવાની પરંપરા રાજયમાં એક નવો ચિલ્લો પાડશે.જે રાજ્યમાં અને રાષ્ટ્રમાં કવિઓનું સન્માન થતું હોઇ એ રાજ્યના લોકોના સંસ્કાર અને સંસ્કૃતિ કાંઈક અલગ જ હોઈ છે. હું આ પગલાંને ખુબ અભિનંદન આપું છું.આ કાર્યમાં જેણે પણ યોગદાન આપ્યું તેને હું વંદન કરું છું.95ની સાલમાં કવિ દાદ બાપુએ લખેલી નર્મદાની કવિતાને યાદ કરી અમે. જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથવિધિ બાદ તરતજ પ્રથમ કામ નર્મદાના નિરને સાબરમતી માં છોડ્યા ત્યારે કવિ દાદ બાપુની કવિતા સાચી પડી હતી.
કવિશ્રી દાદ બાપુના શબ્દોને લોકો રામાયણનો ભાગ સમજે છે :પૂ.મોરારીબાપુ
પૂ.મોરારી બાપુએ અબતક મીડિયા સાથે કવિ દાદ બાપુના સ્મરણો વાગોળ્યા હતા.પૂ.બાપુએ જણાવ્યું હતું કે દાદ બાપુનું બધું એના વગર અધૂરું છે.સરકારી કોલેજને કવિ દાદ બાપુ નામ આપવાથી આ કોલેજનો વિદ્યાર્થી મંદિરમાં કોલેજ કરી રહ્યો છે એવો અનુભવ કરશે.દાદ બાપુના શબ્દોને રામાયણનો ભાગ સમજે છે લોકો.તેમની રચના “કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો” એ દરેક દીકરી અને તેના પિતા સુધી પોહચી સૌને હૈયે કંડારાયેલ છે. કવિ દાદ બાપુ નો ઋણ સ્વીકાર કરું છું.કવિ દાદ બાપુની કોઈપણ નવી કવિતા કે પુસ્તક નીકળે તેને હું લોકો સુધી પહોંચાડું.અમારા અહોભાગ કે અમે આવા કવિના રચનાઓને સાંભળી છે.જેમ ગંગાને શિવજીની જટા માંથી વહેવું પડે છે.એમ સરસ્વતીજીને કવિ દાદ બાપુના સ્વરેથી નીકળવાનું હોય છે.કવિ દાદ બાપુ સરસ્વતીના ઉપાસક છે.અમુક કવિતાઓ અને કવિઓ સર્વકાલીન હોઈએ બધી જ વય ને લાગુ પડે.એમાનું એક વ્યક્તિત્વ કવિ દાદ છે.
કવિ દાદનું જેટલું જીવન ઉજડું છે એટલી જ આ કોલેજની વ્યવસ્થા ઉજળી છે: ભીખુદાન ગઢવી
પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી એ જણાવ્યું કે કવિ દાદનું જીવન જેટલું ઉજડું છે તેમની કવિતા જેટલી ઉજળી છે એટલીજ આ કોલેજની વ્યવસ્થા ઉજળી છે .કવિ દાદ એકમાત્ર એવા કવિ કે જેમની પાછળ કોઈની છાયા નહી કુદરતી જ કવિતા હતી આવા કવિને અમે સાંભળ્યા છે અને આ કવિ અમર બની ગયા છે. કવિ દાદ ના રચનાઓ કવિતાઓ આજે પણ લોકોના હૈયે અને હોઠે વસેલી છે.સરકાર દ્વારા આવા કવિઓ સંતોને ઉજાગર કરવાની એક આજે પહેલ શરૂ થઈ છે એ ખૂબ અભિનંદનને પાત્ર છે.
પ્રકૃતિના ગીતો સાંભળવા કવિ દાદબાપુ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી: કિર્તીદાન ગઢવી
લોકગાયક કિર્તીદાન ગઢવીએ જણાવ્યું કે, પ્રકૃતિના કવિ આપણા કવિ દાદ બાપુ પ્રાકૃતિના જો ગીતા ગીતો સાંભળવા હોય તો કવિ દાદ બાપુ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. આજે જ્યારે આ કોલેજને કવિ દાદ બાપુનું નામ આપવામાં આવ્યું છે એ કલા જગત માટે ગૌરવ પૂર્ણ બાબત છે. તેમજ આ ઋણ શિકાર કાર્યમાં મને ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. લોક સંગીત અને લોક જીવ રહેશે ત્યાં સુધી દાદ બાપુ અમર રહેશે.
કલાકાર જગતની આ ગૌરવપૂર્ણ ઘટના છે:શાહબૂદીન રાઠોડ
પદ્મશ્રી શાહબૂદીનભાઈ રાઠોડે જણાવ્યું કે, કવિ દાદ સાથે મારા શરૂઆતના સમયથી તેમને વિદાય લીધી ત્યાં સુધીના સ્નેહના સંબંધો રહ્યા છે આજે મારે 54 મુ વર્ષ સ્ટેજ પરનું છે.હું ઘણા વર્ષથી કવિ દાદ સાથે જોડાયેલો છું કલાકાર જગત માટે આ ખૂબ મોટી વાત છે કે જ્યારે આવું સન્માન થતું હોય છે. સરકાર હાલ ખૂબ સારા એવા પ્રયત્ન કરી રહી છે અને આવી વસ્તુઓને ઉજાગર કરી રહી છે. આ રીતના કાર્યોથી એક સ્મૃતિ સચવાય છે જે આવનારી પેઢીને ખૂબ ઉપયોગી બને છે.
ગુજરાતની કોઈ એવી રાત ન હોય જેમાં કવિ દાદ બાપુની રચના ન ગવાય હોય: ધીરૂભાઈ સરવૈયા
હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાએ જણાવ્યું કે, સરકાર દ્વારા જ્યારે કવિ દાદ બાપુને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવા માં આવ્યા એક કલાકાર જગત માટે ગૌરવની ક્ષણ હતી આજે કવિ દાદ બાપુના પરિવારે જે આ ઋણ સ્વીકારનો કાર્યક્રમ યોજ્યો છે. કવિ દાદ બાપુની કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો આ રચના કોઈ પણ લગ્ન પ્રસંગ હોય એમાં પરિવાર દ્વારા કહેવામાં આવતું હોય છે કે આ કલાકાર હોય એના રચના ફરજિયાત ગવળાવે છે.. ઈશ્વરની રચનાને પણ દાદ બાપુએ બિરદાવી છે. એવી કોઈ રાત ન હોય કે જેમાં કવિ દાદ બાપુની રચનાના ગવાણી ન હોય.
કવિ દાદ બાપુ એવું વ્યક્તિત્વ જેના માટે વિશ્વમાં વસતા ગુજરાતીઓ ગૌરવ લઈ શકે :રાજભા ગઢવી
લોક સાહિત્ય કલાકાર રાજભા ગઢવી એ જણાવ્યું કે, કવિ દાદ બાપુ એવું વ્યક્તિત્વ જેનું વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ ગર્વ લે છે કવિ દાદ બાપુએ ગુજરાતને અને આ દેશને ખૂબ આપ્યું ત્યારે સરકારે એમને શું આપી શકે એવા શુભ આશયથી સરકારે આ કોલેજનું નામ કવિ દાદ બાપુ ના નામ પર રાખ્યું છે ત્યારે મને ખૂબ રાજીપો થાય છે કવિ દાદ બાપુ પ્રકૃતિ, ભક્તિના, સંસ્કૃતિના કવિ છે. કવિ દાદ બાપુ ની કવિતાએ વિશ્વ આખાને ઘેલું કર્યું છે. કવિ દાદ બાપુના પરિવારને અભિનંદન પાઠવું છું કે આવો એક રૂડો અને સુંદર મજાનો કાર્યક્રમ યોજયો છે.