આજે ચોમાસું દક્ષિણ મહારાષ્ટ્રમાં કરશે પ્રવેશ: સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના સાત તાલુકાઓમાં ઝાપટાથી એક ઇંચ સુધી વરસાદ: આજે વ્યાપ વધશે

ગુજરાતમાં આગામી એકાદ સપ્તાહમાં નેઋત્વના ચોમાસાનો વિધિવત આગમન થઇ જાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. છેલ્લા ઘણા દિવસથી અટકી ગયેલું ચોમાસુ હવે આગળ વધી રહ્યું છે. જે આજે દક્ષિણ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. જો ત્યારબાદ નોમેલ ગતિએ ચોમાસુ આગળ વધતું રહેશે તો એક સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ જશે દરમિયાન છેલ્લા ર4 કલાકમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના સાત તાલુકાઓમાં હળવા ઝાપટાથીમાંથી એક ઇંચ સુધી વરસાદ પડયો હતો.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુ સાર નૈઋત્વનું ચોમાસુ હવે ગતિ કરી રહ્યું છે. ગઇકાલે કર્ણાટકથી ગોવા સુધી પહોચેલું ચોમાસુ આગામી ર4 કલાકમાં દક્ષિણ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરે તેવી સંભાવના છે. સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં ચોમાસાના આગમન બાદ એકાદ સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસુ બેસતું હોય છે આગામી એકાદ સપ્તાહમાં રાજયમાં ચોમાસુ બેસી જશ.આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્ર સહિત રાજયસભામાં પ્રિ-મોનસુન એકિટવીટીની અસરના કારણે સીબી ફોર્મેશનના કારણે છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટાથી લઇ અઢી ત્રણ ઇંચ સુધી વરસાદ પડે તેવી આગાહી આપવામાં આવીછે.

દરમિયાન આજ વરસાદનો વ્યાપ અને વિસ્તાર વધશે, આજે અમદાવાદ, આણંદ, વડોદરા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દામણ દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જીલ્લામાં વરસાદ પડી શકે છે. આવતીકાલે રવિવારે પણ સૌરાષ્ટ્રના બે સહિત રાજયના નવ જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે.
રાજયમાં પ્રિ મોનસુન એકિટવીટીની અસર તળે છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે દરમિયાન આગામી ત્રણ દિવસ હજી વરસાદની આગાહી આપવામાં આવી છે. ભીમ અગિયારસના શુકનવંતા દિવસે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના સાત તાલુકાઓમાં મેઘરાજાની પાવનકારી પધરામણી થવા પામી હતી. અમરેલી પંથકમાં તો સાર્વત્રિક વાવણી લાયક વરસાદ વરસી ગયો છે. આજે સવારે પણ રાજકોટમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. વાદળછાંયુ વાતાવરણ છવાયેલું છે.

છેલ્લા ર4 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના સાત તાલુકાઓમાં વરસાદ પડયો હતો અમરેલીના બાબરા પંથકમાં એક ઇંચ, સુરેન્દ્રનગરના દસાડાના અડધો ઇંચ, વઢવાણમાં પાંચ મીમી, લખતરમાં 4 મીમી, મોરબીના વાંકાનેરમાં 3 મીમી, બોટાદ રાણપુરમાં ર મીમી, સુરેન્દ્રનગર ચુડામાં 1 મીમી વરસાદ પડયો હતો.ગોંડલ પંથકમાં વાસાવાડ, જુંડાળા, રાવણામા સાંજે છના સુમારે ધોધમાર એક ઇંચ વરસાદ વરસ્યો હતો. અલબત વાવણી લાયક વરસાદ ગણી ના શકાય તેવું ખેડુતોએ જણાવ્યું હતું.રાજય બપોર બાદ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.