સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર, મોરબી અને પોરબંદરે સજયા શણગાર: જમાત ખાનાઓમાં હાજર ઈમામની ઈબાદત
બગસરામાં જમાત ખાને જમણવાર, દાંડીયારાસ અને મામેરા સહિતના કાર્યક્રમો યોજાયા
ખોજા જ્ઞાતિના ધર્મગુ‚ હીજ હાઈનેશ પ્રિન્સ નામદાર આગાખાન ભારતમાં દિલ્હી ખાત પધારતા ગુજરાત સૌરાષ્ટ્ર, અમરેલી જીલ્લામાં ખુશીનો માહોલ છવાયો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર, મોરબી, પોરબંદર સહિતના જીલ્લાઓ ધજાપતાકા રોશની રાસ-ગરબા, મામેરા તેમજ જમાત ખાનાઓ હાજર ઈમામની ઈબાદત કરવામાં આવી હતી.
ખોજા જ્ઞાતિના ધર્મગુ‚ નામદાર આગાખાન ૧૯૫૭થી ૨૦૧૮ ગાદીએ બિરાજમાન થયેલ તેને સાંઈઠ વર્ષ પૂર્ણ થતા ખોજા જ્ઞાતિના ધર્મગુરૂ ગુજરાત અને હાલ દિલ્હી મુકામે પધારતા તેમના મુરીદોમાં હર્ષ અને ખુશી જોવા મળી છે. તેઓ સમગ્ર ગુજરાતના ખોજા જ્ઞાતિના લોકોને દર્શન આપશે. તેઓ દિલ્હી મુકામે પધારતા સમગ્ર જ્ઞાતિના આગેવાનો તથા સરકાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે સૌરાષ્ટ્ર અમરેલી જીલ્લાના બગસરા ગામે સમગ્ર શહેરમાં બેન્ડવાજા વાજતે ગાજતે તેમના સમાજના લોકો દ્વારા ખુશી વ્યકત કરી હતી.
તેમજ જમાત ખાને જમણવાર, દાંડીયારાસ, મામેરા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. તેમજ છેલ્લા આઠ દિવસથી આવા ખુશીના કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. મૌલાના શાહ કરીમ અલહુસેની હાજર ઈમામએ ગાદીએ બિરાજમાન થયેલ. તેને સાંઈઠ વર્ષ થતા તેને સિલ્વર જયુબેલીની ખુશીનો માહોલ છવાઈ રહ્યો છે. નામદાર આગાખાનને બીજી જ્ઞાતિના લોકો પણ માને છે. નામદાર આગાખાનનું શાળાઓમાં તથા અનેક સેવાકીય પ્રવૃતિઓમાં પણ યોગદાન રહ્યું છે. જેથી તેને સર્વજ્ઞાતિ માન સન્માનથી માને છે.