નેશનલ ન્યુઝ
જાપાનની રાજધાની ટોક્યોના હનેદા એરપોર્ટ પર એક વિમાનમાં આગ લાગી હતી. જાપાની ન્યૂઝ એજન્સી ક્યોડોના જણાવ્યા અનુસાર, એવી આશંકા છે કે વિમાન લેન્ડિંગ પહેલા કોસ્ટ ગાર્ડના પ્લેન સાથે અથડાયું હતું. હાલ ફાયર વિભાગના જવાનો આગ ઓલવવાના પ્રયાસો કરી રહ્યા છે.
આ અકસ્માતમાં થયેલા નુકસાન અંગે હાલ કોઈ માહિતી બહાર આવી નથી. જાપાન એરલાઇન્સ (જેએએલ) ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હોકાઇડોના શિન-ચિટોઝ એરપોર્ટથી રવાના થયેલા વિમાનમાં લગભગ 367 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર સવાર હતા. તમામને પ્લેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, કોઈને ઈજા થઈ છે કે નહીં તે જાણી શકાયું નથી. જાપાનનું પરિવહન મંત્રાલય આ મામલે તપાસ કરી રહ્યું છે.
JAL ફ્લાઇટ લગભગ સાંજે 4 વાગ્યે (જાપાન સમય) ન્યૂ ચિટોઝ એરપોર્ટથી રવાના થઈ. તે 5:40 વાગ્યે ટોક્યોમાં લેન્ડ થવાનું હતું. પ્લેનમાં આગ લાગતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફાયર ફાઈટર આગ ઓલવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે.