દક્ષિણ અમેરિકન દેશ ચિલીની વાયુસેનાનું એક માલ વાહન વિમાન ૩૮ વ્યકિતઓ સાથે ગઇકાલે ગુમ થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. દક્ષિણ ધ્રુવ એન્ટાર્કટિકમાં આવેલા ચીલીના સંશોધન કેન્દ્ર માટે સામાન લઇને જતું આ વિમાને ગઇકાલ સાંઝે ૬ વાગ્યા બાદ સંપર્ક ગુમાવ્યો હતો. હજુ સુધી આ વિમાન સાથે એક ટ્રાફીક કન્ટ્રોલર સંપર્ક થયો ન હોય આ વિમાન ક્રેશ થઇ ગયાનું માનવામાં આવી રહ્યું છે.
ચિલીની વાયુસેનાએ સોમવારે તેના એક કાર્ગો વિમાનના અદ્રશ્ય થવાના અહેવાલ આપ્યા છે જેમાં ૩૮ લોકો સાથે આ વિમાન એન્ટાર્કટિકાના એક કેમ્પ તરફ રવાના થયું હતું. હકર્યુલસસી ૦૧૩૦ વિમાન દક્ષિણના શહેર પુંતા એરેનાસથી બપોરે ૪.૫૫ વાગ્યે ઉપડયું હતું. એક ટ્રાફીક ક્ધટ્રોલે ૬ વાગ્યા પછી તેનો સંપર્ક ગુમાવ્યો હતો. ચીલી વાયુસેનાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે સી ૦૧૩૦ હકર્યુલસ પર ૩૮ લોકો સવાર છે. જેમાંથી ૧૭ વિમાનના ક્રૂ મેમ્બર છે અને ર૧ મુસાફરો છે.
વિમાન સાથે સંપર્ક કપાઇ ગયા પછી એક ચેતવણી જાહેર કરવામાં આવી છે. અને એક શોધ અને બચાવ ટીમ સક્રિય કરવામાં આવી હતી. આ માલવાહન વિમાન એન્ટાર્કટિક કેમ્પ પર ચિલીયન સુવિધાઓની જાળવણી માટે લોજિસ્ટિક સપોર્ટ કાર્યો કરવા માલ સામાન લઇને જઇ રહ્યું હતું.