રૂ.૧.ર૦ લાખની કિંમતનું એન્જિન સબસીડીનાં કારણે માછીમારોને રૂ.પ૧ હજારમાં પડે છે
ગુજરાત સરકારના મત્સ્યોધોગ વિભાગની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકતા ખરા અર્થમાં માછીમારોને તેનો લાભ સરળતાથી મળે છે. વેરાવળના માછીમાર કિશોરભાઈ લોઢારીએ સરકારનો આભાર વ્યકત કરતા કહ્યું કે, સરકારે ખરેખર ખુબ જ સારુ કામ કરી રહી છે. નાના માછીમારો માટે સરકારે નાની હોડીઓના એંન્જિન માટેની યોજના શરૂ કરી છે જે અમારા માટે ખુબજ સારી છે. આ યોજનાનો લાભ મળતા જ દુર સુધીના સમુદ્રમાં કોઈપણ પ્રકારના ભય વગર માછીમારી કરવા જઈ શકુ છું.
લાભાર્થી કિશોરભાઈએ વધુમાં કહ્યું કે, આશરે ૧.૨૦ લાખની કિંમતનું એંન્જિન સબસીડીની રકમ બાદ કરી મને રૂ.૫૧૫૦૦ માં આપવામાં આવ્યું હતું. અગાઉ હું અહીંના નજીકના દરિયામા માછીમારી કરવા માટે જતો હતો તે સમયે મારી પાસે હોડીનું એંન્જિન ન હોવાના કારણે હું ખુબજ લાચાર હતો. લાખ રૂપિયા થી વધુની કિંમતનું એંન્જિન ખરીદવું મારા માટે અશક્ય હતું. હું નાની એંન્જિન વગરની હોળી લઈને નજીકના દરિયામાં માછીમારી કરવા માટે જતો હતો. હોડી હાંકવાનુ સાધન ફંટીની મદદથી દરિયા કિનારા નજીક માછીમારી કરવા માટે પણ ઘણો સમય લાગતો હતો. અને જો તેમાં પણ પવનની ગતિ વધુ હોય કે પછી દરિયામા સામાન્ય કરંટ હોય ત્યારે માછીમારી કરી શકાતી નથી.
આ હોળીના એંન્જિનની સહાય નાના માછીમારો માટે ખુબ ઉપયોગી નિવડી છે. સરકારશ્રીના આ યોજનાથી બંદરમાં ઘણા માછીમારો આર્થિક પગભર થયા છે. જે લોકો પહેલા માછીમારી કરવા માટે લાચાર હતા તેઓ હવે સામેથી આવીને માછીમારી કરતા થયા છે. સરકારશ્રી દ્રારા નાના માછીમારોને હોડીના એંન્જિનની સહાય આપતા દુરના દરિયામાં જવા હિંમત કરી રહ્યા છે. જે સરકારશ્રીને આભારી છે તેમ કિશોરભાઈએ અંતમા કહ્યું હતું.