વૈજ્ઞાનિકો દ્વારા જેટલી વાર જિંદગી અને મોતનું રહસ્ય ઉકેલવામાં આવ્યું એટલું જ ટે વઘુ ગુચ્વાતું ગયું. જિંદગી અને મોતનું રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી. તો ચાલો જાણીએ એક એવી જગ્યા વિષે જ્યાં પક્ષીઓ સ્વય પોતાને મોતના ભેટે છે.

ઉતર પૂર્વીય રાજ્યમાં અસમમાં એક ખીણ છે જે જતીન્ગા વેલીના નામે ઓળખાય છે. આ ખીણ માં તમે તમારી સામે પક્ષીઓને આત્મહત્યા કરતા જોઈ શકો છો. આખા વિશ્વમાં આ ખીણ પક્ષીઓના આત્મહત્યા કરવાના કારણે પ્રશીધ્ધ અને રહસ્યમય બનેલી છે. આ ખીણ એ પોતાના સૌન્દર્ય કરતા પક્ષીઓના રહસ્યમય આત્મહત્યા કરવા માટે પ્રસિદ્ધિ બની છે.

અહી ચોમાસા ઉપરાંત અમાસ અને ધુમ્મ્સવાળી રાતના પક્ષીઓના આપઘાત કરવાના કિસ્સા વઘુ જોવા મળે છે. અહી રહેલાં લોકોનું માનવું છે કે આ ભૂત-પ્રેત કે અદ્રશ્ય તાકાતોનું કામ છે. ત્યારે નિષ્ણાંતોનું કહેવું છે કે તેજ હવાઓના લીધે પક્ષીઓનું સંતુલન બગડે છે અને ટે વૃક્ષો સાથે અથડાય અને મૃત્યુ પામે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.