Abtak Media Google News
  • ગુજરાત સહિત ચાર રાજ્યોમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડા આ પાઈલોટ પ્રોજેક્ટનો કાલે શુભારંભ કરાવશે

ભારત સરકારની ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, ન્યૂ દિલ્હી દ્વારા ફૂડ સેક્ટરમાં ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેશને વધુ પ્રોત્સાહન આપવા માટે અને ખાદ્ય પદાર્થના વેપાર સાથે સંકળાયેલા એકમોને તાત્કાલિક ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન ઇસ્યુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે માહિતી આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ફૂડ સેક્ટર સાથે જોડાયેલા વેપારીઓની સરળતા માટે નવા ઉપક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય સહિત ચાર રાજ્યોમાં આ પાઈલોટ પ્રોજેક્ટ અમલમાં આવશે. આ પાઈલોટ પ્રોજેક્ટનો શુભારંભ કાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડા દ્વારા દિલ્હી ખાતેથી કરાવવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ફૂડ સેક્ટર સાથે જોડાયેલા વેપારીઓએ યોગ્ય દસ્તાવેજો સાથે ૂૂૂ.રજ્ઞતભજ્ઞત. રતતફશ.લજ્ઞદ.શક્ષ પર ઓનલાઈન અરજી કરી, ફી ચૂકવવાની રહેશે. ફી ચૂકવ્યા પછી જીએસટી અને આધાર સાથે વેરિફીકેશન થયા બાદ વેપારીઓને તુરંત જ ફૂડ લાઇસન્સ/રજિસ્ટ્રેશન ઈશ્યુ કરવામાં આવશે. ગુજરાતમાં આ પાઈલોટ પ્રોજેક્ટ અંતર્ગત દરેક જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા તત્કાલ લાયસન્સ/ રજિસ્ટ્રેશન માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ નવી પ્રક્રિયા ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશનને તુરંત જ મેળવવાની તક આપે છે, જે મંજૂરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો લાવશે.

આ નવી વ્યવસ્થાથી ફૂડ બિઝનેસને તેમની વ્યવસાયિક કામગીરી શરૂ કરવા માટે ઝડપથી સક્ષમ બનાવશે અને સાથે જ તેમની કાર્યક્ષમતામાં પણ વધારો કરશે. ઉપરાંત સરકારની કામગીરીનું ભારણ ઘટશે, સમયનો બચાવ થશે અને સંપૂર્ણ પ્રક્રિયા સંકલિત અને પારદર્શક બનશે.

આ નવી પદ્ધતિમાં ખાદ્યપદાર્થના વેપારકર્તાઓએ નિયત દસ્તાવેજો સાથે જ અરજી કરવાની રહેશે. ખોટા દસ્તાવેજો દર્શાવી આ પ્રકારે લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવાવાના પ્રયાસો કરતા વેપારીઓને રૂ. 10 લાખ સુધીના દંડની કાર્યવાહી કરવામાં આવશે.

આ નવા અભિગમથી ફૂડ સેક્ટર સાથે જોડાયેલા તમામ ઈમ્પોર્ટર, મરચન્ટ એક્ષપોર્ટર, હોલસેલર, ડિસ્ટ્રીબ્યુટર, રિટેલર, ટ્રાન્સપોર્ટર, સ્ટોરેજ, ફૂડ વેન્ડિંગ એજન્સી, ચા-નાસ્તા વાળા, લારી વાળા અને ડાયરેક્ટ સેલરને લાભ થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વોર્ડના કામ માટે મ્યુનિ.કમિશનરને પત્ર લખો: શહેર ભાજપ પ્રમુખની કોર્પોરેટરોને સૂચના

પત્ર વ્યવહારની એક નકલ તમારી પાસે પણ રાખો જેથી ભવિષ્યમાં રેકર્ડ ડેટા બેઇઝ ઉપલબ્ધ રહે: મુકેશ દોશીનો ભાજપના તમામ કોર્પોરેટરોનો પત્ર

જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયા બાદ કોર્પોરેટરો સત્તાના નશામાં એટલા ચકનાચૂર થઇ જતા હોય છે કે તેઓને પ્રજાના કામો દેખાતા નથી. જેના કારણે સત્તાધારી પક્ષે લોકરોષનો ભોગ બનવું પડે છે. તાજેતરમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી દ્વારા ભાજપના તમામ કોર્પોરેટરોનો એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં વોર્ડના જનસુખાકારીના કામો માટે સિટી એન્જીનીંયરથી લઇ મ્યુનિ.કમિશનર સુધીના અધિકારીઓને પત્ર લખવા માટે તાકીદ કરી છે. ગઇકાલે જ તમામ 66 કોર્પોરેટરોને આ પત્ર મોકલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ કોર્પોરેટરોને લખેલા આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે તમે રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિ છો. પ્રજાના કામો માટે દરેક કોર્પોરેટરોએ યોગ્ય સૂચન કરવા મારી અપિલ છે. પ્રજાના કામો માટે તમારા લગત ઝોનમાં આવતા સિટી એન્જીનીંયર, નાયબ મ્યુનિ.કમિશનર અને મ્યુનિ.કમિશનરને પત્ર લખીને કામ કરાવવાનો આગ્રહ રાખવો જોઇએ. જેથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવતા પત્ર વ્યવહારની નોંધ રાજકોટ મહાનગરપાલિકામાં ઉપલબ્ધ રહેશે. સાથોસાથ તેની એક નકલ કોર્પોરેટરો પાસે રાખવી જોઇએ. જેથી ભવિષ્યમાં રેકર્ડ ડેટા બેઇઝ ઉપલબ્ધ કરાવી શકાય.

અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેટરો પોતાના વોર્ડમાં આવતા વિસ્તારોમાં અલગ-અલગ વિકાસ કામો સંદર્ભે અધિકારીઓ પાસે જવાના બદલે મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરતા હોય છે. તમામ વોર્ડમાંથી આ પ્રકારની રજૂઆત આવતી હોવાના કારણે પદાધિકારીઓ યોગ્ય ન્યાય આપી શકતા હોતા નથી. આવામાં જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના ઝોનના સિટી એન્જીનીંયર, ડીએમસી કે મ્યુનિ.કમિશનરને પત્ર લખી પ્રજાના કામ કરાવવાનો આગ્રહ રાખે તો કામ ઝડપી થઇ શકે છે. અત્યાર સુધી સંગઠનના હોદ્ેદારો દ્વારા ક્યારેય નગરસેવકોને આ પ્રકારની પ્રણાલી અપનાવવા માટે તાકીદ કરવામાં આવી નથી. શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ નવી પ્રણાલી અપનાવી છે. તેઓએ ભાજપના 66 કોર્પોરેટરોને જનહીતના કામો માટે અધિકારીઓને પત્ર લખવાનો આગ્રહ કરવો તેવો આદેશ આપવાના બદલે પોતે જ પત્ર લખી વિનંતી કરી છે. જો તમામ કોર્પોરેટરો આ પ્રક્રિયાને ગંભીરતા પૂર્વક અમલવારી કરે તો અધિકારીઓ પર પણ વોર્ડના કામ ઝડપથી નિકાલ કરવાનું દબાણ વધે. ખરેખર આ સિસ્ટમ ખૂબ જ સારી છે. પરંતુ નગરસેવકો તેને કંઇ રીતે સ્વિકારે છે અથવા શહેર ભાજપ પ્રમુખ પત્ર લખ્યા બાદ કેટલા કોર્પોરેટરોએ પોતાના વોર્ડના પ્રશ્ર્નો અને વિકાસ કાર્યો અંગે અધિકારીઓને પત્ર લખ્યા તેની ઉઘરાણી કરે છે. તેના પર નિર્ભર રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક કે જનરલ બોર્ડની બેઠક પૂર્વે મળતી ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકની વાત લીક મીડીયા સુધી પહોંચી જતી હોય છે. શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ સંકલન બેઠકમાં મોબાઇલ લઇ જવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ માટે સ્ટેન્ડિંગ કમિટીના કોન્ફરન્સ રૂમની બહાર નગરસેવકોના મોબાઇલ રાખવા માટે ખાસ પ્રકારના લોકર બનાવવામાં આવ્યા છે. છતાં અમૂક કોર્પોરેટરો આદેશનો ઉલાળીયો કરી સંકલન બેઠકમાં મોબાઇલ લઇ જાય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.