દામનગર શહેરની આંગણવાડી તેમજ શાક માર્કેટ નજીક દેશી દારૂની ખાલી કોથળીઓના ગંજ ખડકાતા શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે. શહેરમાં ભવિષ્યના શ્રેષ્ઠ નાગરિક બનાવાનો એકડો ઘુંટતા શિશુઓનું જયાં ઘડતર થતું હોય ત્યાં આવી ગંદકી શું સંદેશો આપી રહી છે?

તેવા પ્રશ્ર્નો સ્થાનીકોમાં ઉઠયા છે. નગરપાલિકાએ બનાવેલ નવી શાક માર્કેટ પાસે આવો ઉપદ્રવ હોવા છતાં પાલિકા તંત્ર નવી શાક માર્કેટ પાસે આવો ઉપદ્રવ માટે સરકારી મિલ્કતો બને છે?  નવી શાક માર્કેટ અને આંગણવાડી પાસે કુદરતી હાજત માટે બેરોકટોક ઉપયોગ કરાઇ રહ્યો છે.

ત્યારે આંગણવાડી કેન્દ્રમાં આવતા બાળકો અને વાલીઓ, સરકારી પ્રયોજિત વિવિધ કાર્યક્રમોમાં આવતા દરેક વ્યકિત શ્રોભમાં મુકાય રહ્યા છે. ત્યારે આ મહામુશ્કેલીનો વહેલામાં વહેલી તકે નિર્ણય આવે તેવું સ્થાનિકો ઇચ્છી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.