ધ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે ફક્ત એક લાખ વર્ષના સૌથી નાના તારાની આસપાસ રોશની વાળી છબી રજૂ કરી
સૌથી નાનો તારો કે જેને પ્રોટોસ્ટાર ક1527 પણ કહેવામાં આવે છે, આ તારો ફક્ત 1 લાખ વર્ષનો જ છે. નવનિર્મિત તારાઓ કે જે પૃથ્વીથી આશરે 430 પ્રકાશ વર્ષ દૂર છે આ બધા પ્રોટોસ્ટારનું ઘર વૃષભ પરમાણુ વાદળ છે.
પ્રોટોસ્ટાર ક1527હજુ તારા નિર્માણની પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં છે. આ યુવા તારો ખૂબ જ અંધકારમાં કે જેની આસપાસ કાળા રંગની વાયુથી બનેલી એક ફરતી ડીસ્કના અંધકાર વાળા ખૂણે છૂપાયેલો હતો. આ ડિસ્કનું કદ લગભગ આપણા સૌરમંડળ જેટલું છે, જે નવનિર્મિત તારાઓને તેનો ખોરાક એટલે કે તત્વો પૂર પાડે છે જેથી તારાની રચના માટે જરૂરી પ્રથમ તબક્કો કે જે ન્યુક્લિયર ફયુઝન છે જેની શરૂઆત થાય છે છતા પણ કાલે ડિસ્કના ઊપર અને નીચેના ભાગમાંથી એક પ્રકાશ ઝરી આવ્યો જેના કારણે રેતઘડી જેવા આકારના વાદળનું નિર્માણ થયું. જુલાઈ માં નિર્મિત, સૌથી શક્તિશાળી ધ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે અભૂતપૂર્વ ડેટા તેમજ અદભૂત છબીઓનો તરાપો બહાર કાઢ્યો છે. આશરે 8 ખરબ ના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ આ ટેલિસ્કોનું મુખ્ય કાર્યઉદ્દેશ્ય તારાઓના જીવન ચક્નો અભ્યાસ કરવાનું છે તેમજ સૌરમંડળની બહાર ફરતા ગ્રહોની શોધ કરવાનું છે.વૈજ્ઞાનિકના મતે સૌરમંડળમાં શોધના નવા યુગની શરૂઆત આ ટેલિસ્કોપ કરશે.
ધ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા તાજેતરમાં જ અવકાશની એક અદ્ભુત છબી ગઇકાલે જ રજૂ કરવામાં આવી છે કે જેમાં નવનિર્મિત તારાની વચ્ચે અલૌકિક કેસરી અને વાદળી રંગના ધૂળ થી રચાયેલી રેતઘડીની છબી વેબ ટેલિસ્કોપમાં નજરે પડી. કે જેમાં વાદળી રંગના ભાગમાં ખૂબ જ પાતળી ધૂળ તેમજ કેસરી ભાગમાં જાડી ધૂળના દ્રશ્યો જોવા મળ્યા હતા.
નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ આપેલા નિવેદન મુજબ ચમકતા વાદળો ફક્ત ઇન્ફ્રારેડ વાદળોની વચ્ચેથી જ નજરે પડે છે ,આ પહેલા આવુ દ્રશ્ય ક્યારે જોવા મળ્યું નથી. સૌપ્રથમ આવું ઝળહળતું રેતઘડીનું ચિત્ર વેબ્સ નિઅર ઇન્ફ્રારેડ કેમેરામાં કેદ થયુ છે. આ દ્રશ્ય નિર્માણ થવાનું કારણ તારાનું તેની આસપાસના વાતાવરણમાં રહેલા તત્વો સાથે અથડાવાનું છે. અને છેવટે પ્રોટોસ્ટાર ક1527 એક બારીનું કાર્ય કરે છે કે જયારે આપડો સૂર્ય અને સૌરમંડળ નવું બનતું હશે ત્યારે કેવું હશે? તેવું દ્રશ્ય સર્જે છે