જૈસે કો તૈસા: સરકારે નવો મોટર વ્હીકલ એકટ એવો બનાવ્યો જેમાં લોકોને વાહન લઈ બહાર નીકળવું મુશ્કેલ બન્યું હેલમેટ જોઈએ, સીટબેલ્ટ જોઈએ, પીયુસી ફરજીયાત, ડ્રાઈવીંગ લાયસન્સ, એચએસઆરપી…. ટુંકમાં કાયદો હીરણ્ય કશ્યપ રાક્ષસ જેવો જેને કોઈ કાળે પહોચી ન શકાય શીવાય કે પ્રજા ભગવાન નૃસિંહ (નરસીંહ) અવતાર જેવું ભેજૂ દોડાવે. આ તસવીર પણ કાંઈક એવું સૂચવે છે. નથી આ વાહનનું રજીસ્ટ્રેશન નથી એચએસઆરપી નથી., પીયુસી નથી, સીટબેલ્ટ વળી વાહક (ડ્રાઈવર)એ નથી પહેર્યું હેલમેટ ઉપર જતા ચાલુ ડ્રાઈવીંગે મોબાઈલ પર વાત પણ કરી રહ્યો છે. છતા કોઈ ટ્રાફીક મેન કે આરટીઓ ઓફીસરની હિંમત નથી કે ‘ચલાન’ કાપી શકે ! સ્થળ પર દંડ વસુલ કરી શકે? તંત્ર જયારે રાક્ષસી કાયદાથી સિતમી ધબડક-ધબડક, કર્યા કરે ત્યારે ત્યારે પ્રજા ‘તબડક તબડક’ કરી ખરેખર આવી રીતે તંત્રને તેની ઓખાત બતાવી શકે??                                                            (તસવીર: મનોજ દેસાઈ)

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.