અસલામતીની લાગણી વાળા ટૂંટિયું વાળીને સૂતા હોય છે, પોતાની નબળાઈઓ ન સ્વીકારનાર ઊંધા સૂતા હોય છે, મિત્રતા નિભાવનાર હાથ પર માથું રાખીને સૂતા હોય છે, દ્રઢ નિશ્ચય વાળા સીધા સુવે છે અને અને બન્ને હાથ માથા નીચે રાખીને ઊંઘતા લોકો અન્યોના હિત માટે પ્રયત્ન કરતા હોય છે. ઊંઘવાની સ્થિતિ બતાવી શકે છે તમારા મનના ભાવો અને વ્યક્તિત્વ.મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રોફેસર યોગેશ જોગસણના માર્ગદર્શનમાં ભટ્ટ કર્તવી એ ઊંઘવાની પોઝિશન પર નિરીક્ષણ કરીને સ્વભાવ, દમિત ઈચ્છા અને વ્યક્તિત્વનો અભ્યાસ કર્યો.
ઊંઘવાની સ્થિતિ બતાવી શકે છે તમારા મનના ભાવો અને વ્યક્તિત્વ: મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રોફેસર યોગેશ જોગસણના માર્ગદર્શનમાં ભટ્ટ કર્તવી એ ઊંઘવાની પોઝિશન પર નિરીક્ષણ કરીને સ્વભાવ, દમિત ઈચ્છા અને વ્યક્તિત્વનો અભ્યાસ કર્યો
મનોવિજ્ઞાન વિષય એ વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરે છે, આ ઉપરાંત મનોવિજ્ઞાન વિષયમાં વ્યક્તિત્વને લઈને ઘણા અભ્યાસો થયા છે. વ્યક્તિત્વ વિશે જાણવાની ઘણી અલગ અલગ રીત છે, પરંતુ શું તમને ખ્યાલ છે કે, સૂવાની પોઝિશન ની આદત દ્વારા વ્યક્તિ ના વ્યક્તિત્વ વિશે જાણી શકાય છે.સુવાની રીત દ્વારા સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે ઘણી જાણકારી મેળવી શકાય છે અને તેના પર ઘણા અભ્યાસો પણ થયા છે આપણે કઈ રીતે સૂઈએ છીએ તે આપણી અચેતન અવસ્થા પર નિર્ભર કરે છે. સુતી વખતે આપણે સમજી વિચારીને કોઈ વર્તન કે પ્રતિક્રિયા નથી કરતા પરંતુ કુદરતી રીતે જ અચેતન અવસ્થામાં આપણે સુવાની પોઝિશનને અનુસરતા હોઈએ છીએ. ઘણી વખત એ પ્રશ્ન થાય કે અમુક લોકો રાત્રે અલગ અલગ રીતે સુતા હોય પરંતુ માત્ર 5% લોકો જ દરરોજ રાત્રે સુવાની રીત માં પરિવર્તન લાવે છે, એ સિવાય મોટા ભાગે લોકો ચેતન અવસ્થામાં પહોંચ્યા બાદ દરરોજ એક સમાન જ રીતને અનુસરતા હોય છે.
સૂવાની કઈ રીત કયા વ્યક્તિત્વના લક્ષણો સૂચવે છે તે જાણીએ
નાના બાળકની જેમ સૂવું
ઘણા લોકો નાના બાળકની જેમ ગોઠણ પેટ પાસે વાળીને (ટૂંટિયું વાળીને) સૂતા હોય છે. આવા લોકો મોટાભાગે આરામ અને સુરક્ષા મેળવવા ઈચ્છતા હોય છે. આ લોકો ખૂબ જ સંવેદનશીલ અને સરળ સ્વભાવના હોય છે. આવા લોકોનો વિશ્વાસ મેળવવો એ ખૂબ સરળ હોય છે.
ઊંધા સૂવું
જે લોકો ઊંધા એટલે કે પેટનો ભાગ નીચે રાખી જે લોકો સુવે છે તે સૂવાની રીત સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હોય છે. આવા લોકો મિલનસાર હોય છે અને સમાજ માં પોતાનું સ્થાન સારી રીતે બનાવી શકે છે. સમાજ દ્વારા માન સન્માન મેળવી શકે છે. આવા લોકોને પોતાની નબળાઈઓ સ્વીકારવા માં મુશ્કેલી પડે છે.
હાથ ઉપર માથું રાખીને સૂવું
જે લોકોને હાથ પર માથું રાખીને સૂવાની આદત હોય તેવા લોકોનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક હોય છે. આ ઉપરાંત તેઓ પણ અન્ય લોકો પ્રત્યે ઝડપથી આકર્ષિત થઈ જતા હોય છે. આવા લોકોને અન્ય સાથે મિત્રતા કરવી અને સારી રીતે નિભાવવી પસંદ હોય છે.
સીધા સૂવું
જે લોકો એકદમ સીધા સુવે છે તેઓ અંતરમુખી હોય છે. તેઓ ઝડપથી અન્ય સાથે હળી મળી શકતા નથી અને ભરોસો પણ કરતા નથી. તેઓનો સ્વભાવ ગંભીર હોય છે. તેઓ કોઈપણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને અને દ્રઢ પણે કરે છે.
તકિયો/ઓશીકું સાથે લઈને સૂવું
જે લોકો ને ઓશીકું કે તખીઓ સાથે જ લઈને સુવાની આદત હોય છે તેઓ ખુશ મિજાજી વ્યક્તિત્વ ધરાવતા હોય છે આવા લોકો દરેક પરિસ્થિતિમાં પોતાને ઢાળી શકે છે આવા લોકો સંબંધોને ખૂબ મહત્વ આપે છે અને ઈમાનદારી પૂર્વક નિભાવે પણ છે.
એક તરફ પડખું ફરી સૂવું
જે લોકો એક તરફ ફરીને એટલે કે પડખું ફરીને સુવે છે તે લોકોને આરામદાયક જીવન પસાર કરવું ખૂબ ગમે છે. તેઓ વિશ્વાસપાત્ર હોય છે. પરંતુ આવા લોકોના આ વિશ્વાસ ને કારણે ઘણી વખત મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે.
સામેની તરફ હાથ રાખી ને સૂવું
આ રીતે સુતા લોકો નું વ્યક્તિત્વ એ ખૂબ જ ખુલ્લા વિચારો વાળો હોય છે. જેને કારણે ઘણી વખત લોકો તેમને શંકા ની નજરે પણ જોતા હોય છે. તેઓ હંમેશા ધીમી ગતિથી અને સમજી વિચારીને આગળ ચાલવાનું પસંદ કરે છે. તેવું દ્રઢ નિશ્ચય કરનારા હોય છે.
સાવધાની મુદ્રામાં સૂવું
આ રીતે સુતા લોકો અંતરમુખી હોય છે અને નિયમો માનનારા હોય છે તેઓ પોતાની જાતને અને અન્યોને પણ ખૂબ જ ગંભીરતાથી લે છે તેઓ પોતાની જાત પાસેથી ઘણી અપેક્ષાઓ બાંધીને રાખતા હોય છે.
ઊંધા અને પહોળા થઈને સૂવું
આવા લોકો ખૂબ જ ઝિંદાદિલ તેમજ ખુલા વિચારો વાળા હોય છે. તેઓને લોકોની સાથે હળવું મળવું ગમે છે. તેઓ મોટાભાગે સ્વતંત્ર રહેવું પસંદ કરે છે. મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતા તેઓ ડરતા નથી અને અન્ય દ્વારા કરવામાં આવતી ફરિયાદો થી તેમને કોઈ જ ફરક પડતો નથી.