હદપારી ભંગ કરનાર શખ્સની ધરપકડ દરમિયાન કુખ્યાતે કોન્સ્ટેબલ પર તલવાર ઝીંકી હતી
શહેરના ગાયત્રીનગર વિસ્તારના ગોપાલનગરમાં એક પખવાડિયા પૂર્વ ભકિતનગર પોલીસ મથકના કોન્સ્ટેબલ પર ખુની હુમલાના ગુનામાં જેલ હવાલે રહેલા કુખ્યાત શખ્સની અદાલતે જામીન અરજી ફગાવી નામંજુર કરતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરના ગોપાલનગર શેરી નં.૯માં રહેતા જયદીપ ઉર્ફે જયલો વિજય દેવડા નામનો શખ્સ હદપારીનો ભંગ કરી પોતાના ઘરે હોવાની ભકિતનગર પોલીસ મથકના સ્ટાફને મળેલી બાતમીના આધારે સ્ટાફ ઘસી ગયા દરમિયાન જયદિપ દેવડાએ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ કિરીટસિંહ ઝાલા પર તલવાર વડે હુમલો કરી નાસી છુટવાનો પ્રયાસ કરતા તેને ઝડપી લઈ હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા.
હાલ જેલ હવાલે રહેલા જયદિપ દેવડાએ જામીન પર છુટવા કરેલી અરજીમાં બંને પક્ષોની રજુઆતના અંતે સરકાર પક્ષની દલીલમાં જયદિપ પર અસંખ્ય ગુના નોંધાયેલા છે.જયાં પ્રજાના રક્ષક પર હુમલો થાય તો આમ જનતા પર હુમલો કરતા અચકાશે નહીં તેમ માની અધિક સેશન્સ જજ એચ.એ.બ્રહ્મભટ્ટે જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકારપક્ષે એપીપી મુકેશ પીપળીયા ઉપસ્થિત રહ્યા હતા.