Abtak Media Google News

લાયસન્સ ધારક સહિત બંને શખ્સોની  ધરપકડ: એસ.ઓ.જી. કરી કાર્યવાહી

જસદણ તાલુકાના શિવરાજપુર ગામનો  યુવાન સમાજમાં ભય અને સીન જમાવવા માટે મિત્રું  હથીયાર  સાથે ફોટા પાડી સોશ્યલ મીડીયામાં વાયરલ કરતા   એસ.ઓ.જી.એ બંને શખ્સોને ઝડપી લઈ   ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં ભય અને ખોફ  પેદા કરી સમાજમાં  બાહુબલી  તરીકેની  ધાક ઉભી કરવાના  ઈરાદે   હથીયાર સાથે  જસદણ તાલુકાના  શિવરાજપુર ગામના વિજય વિરજી  મુલાણી નામના શખ્સ ફેસબુકમાં ફોટો  અપલોડ કર્યાની એસ.ઓ.જી.ના કોન્સ્ટેબલ વિજયભાઈને  ધ્યાને  આવતા તેની અટકાયત કરી હથીયારના લાયસન્સ માંગતા તે હથીયાર તેના   મિત્ર ધીરૂ  માવજી  માલાણીનું હોવાનું કહેતા તેની અટકાયત કરી લાયસન્સ  ધારકે શરતનું ઉલ્લંઘન કરતા કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.