અબતક,રાજકોટ
છોકરીના નામે ઇન્સ્ટ્રાગ્રામ ઉપર ફેઇક આઇ.ડી. બનાવી કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓનેે ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી રીકવેસ્ટ એકસેપ્ટ થતા વીડીયો કોલ કરી નગ્ન હાલતમાં રહી છોકરી સાથેના વીડીયો કોલીંગના સ્ક્રીનશોટ પાડી ફોટા વાયરલ કરવાની ધમકી આપી બીભત્સ માંગણી કરતા શખ્સને રાજકોટ રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ ઝડપી પાડયો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ રાજકોટ વિભાગ, રાજકોટ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જ વિસ્તારમાં બનતા સાયબર કાઈમના ગુના અટકાવવા તેમજ સોસીયલ મીડીયા વેબસાઇટ ઉપર બનતા બનાવો ડીટેકટ કરવા સારૂ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.જે.રામ નાઓને સુચના કરેલ જે અન્વયે રાજકોટ રેન્જના રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ગોંડલ વિસ્તારના ફરીયાદીની ફરીયાદ પરથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી ઝડપી પાડેલ છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ થોડા દિવસો પહેલા યુવતીને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડમ્મી છોકરીના નામથી અજાણ્યા ઇન્સ્ટાગ્રામ યુઝરની ફોલો રીક્વેસ્ટ આવેલ જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની રીકવેસ્ટ એકસેપ્ટ કરતા બાદમાં ફરીયાદી સાથે ઇન્સ્ટ્રાગ્રામમાં વાતો કરી વિશ્વાસમાં લઇ વીડીયો કોલીંગ કરી પરીચય મેળવવાનુ કહેતા ફરીયાદીએ વીડીયો કોલ રીસીવ કરતા સામે કોઇ અજાણ્યો પુરુષ નગ્ન હાલતમાં હોય જે વીડીયો કોલ ફરીયાદી કટ કરે તે પહેલા આરોપીએ પોતાના મોબાઇલમાં તેના સ્ક્રીનશોટ પાડી.
બાદમાં તેજ સ્ક્રીનશોટ ફરીયાદીને મોકલી ફોટા વાયરલ કરવાની ધમકી આપી ફરીયાદી પાસે બીભત્સ માંગણી કરતી હોવાની ફરીયાદ આધારે ઉપરોક્ત ડમ્મી છોકરીના નામથી એકાઉન્ટનુ ટેકનીકલી એનાલીસીસ કરી તેમજ એનાલીસીસ આધારે મળેલ માહીતી તેમજ હયુમન ઇન્ટેલીજન્સથી આરોપી કીશન જેન્તીભાઇ ડાભી રહે.વીરપુર જી.રાજકોટ વાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તેમજ રેન્જ વિસ્તારમાં જો અન્ય કોઇ સાથે પણ આ રીતે બનાવ બનેલ હોય તો અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવવામાં આવે છે.
સદર કાર્યવાહીમાં પો.ઇન્સ. આર.જે.રામ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના પો.સ.ઇ. વી.બી.ચૌહાણ , એ.એસ.આઇ. જયદીપભાઇ અનડકટ, સિધ્ધરાજસિહ વાઘેલા હેઙકોન્સ. શક્તિસિહ ઝાલા, ભૌમીકભાઇ સોસા, કુલદીપસિહ ચુડાસમા પો.કોન્સ. શીવરાજભાઇ ખાચર અને વીપુલભાઇ ગોહીલ વિગેરેનાઓ સાથે મદદમાં રહેલ હતા.