જમનગર કાલાવડ ધોરી માર્ગ પર પીજીવીસીએલના થાંભલા ભરેલા એક ટ્રકમાંથી એકાએક વીજ પોલ માર્ગ પર પડ્યા હતા. જેમાં એક સ્કૂટર ચાલક ઇજાગ્રસ્ત બન્યો છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર વિજરખી ગામની ગોલાઈ પાસે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં કાલાવડ તરફથી જામનગર આવી રહેલા પીજીવીસીએલ ના વિજ પોળ ભરેલા એક ટ્રક માંથી અકસ્માતે વિથ થાંભલાઓ માર્ગ પર નીચે પડ્યા હતા.

રસ્તા પર વિજપોલ ખાબકતા ટ્રાફિકજામ: પોલીસ વિજપોલ ખસેડાવી વાહન વ્યવહાર પુન: શરૂ કરાયો

આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક સ્કૂટર ચાલક પર પોલ પડ્યો હોવાના કારણે તેનું સ્કૂટર માર્ગ પર ફંગોળાયું હતું. ઉપરાંત તેને ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો.

આ અકસ્માત બાદ અસંખ્ય વીજપોલ માર્ગ પર પડ્યા હોવાથી જામનગર-કાલાવડ તરફનો વાહન વ્યવહાર અટવાયો હતો, અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ત્યારબાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું, અને માર્ગ પર પડેલા વીજપોલને ખસેડાવીને વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.