- ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023 હેઠળના ડ્રાફ્ટ નિયમો અનુસાર આ નિયમમાં ઈ-કોમર્સ, સોશિયલ મીડિયા અને ગેમિંગ પ્લેટફોર્મનો સમાવેશ થશે
આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના પ્રસારને કારણે 18 વર્ષથી નાની વયના લોકો પર ઘણી નકારાત્મક અસરો પણ થઈ રહી છે. સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ બાળકોમાં ચિંતા, ડિપ્રેશન અને એકલતાના વધતા દરો સાથે સંકળાયેલો છે, કારણ કે હાલમાં 18 વર્ષથી નાની વયના લોકો સતત સોશિયલ મીડિયા પર જ વ્યસ્ત રહે છે જેથી તેઓ સમાજથી દૂર થઈ રહ્યા છે. અને તેના કારણે તેની અસર તેમની સામાજિક કુશળતા, શૈક્ષણિક પ્રદર્શન અને ભાવનાત્મક સુખાકારી પર જોવા મળે છે. જેથી માતા-પિતા અને શિક્ષકો હવે સરકાર પણ બાળકો પર સોશિયલ મીડિયાની નકારાત્મક અસરો ન પડે તે માટે કાર્ય કરી રહી છે
અરે હાલ સરકારે 18 વર્ષથી નાની વયના લોકો માટે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ખોલવા પર માતા-પિતાની સંમતિ લેવાનો નિર્ણય લીધો છે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023 હેઠળના ડ્રાફ્ટ નિયમો અનુસાર, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હવે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ખોલવા માટે માતાપિતાની સંમતિની જરૂર પડશે. જે અંગે ડેટા પ્રોટેક્શન માટેના ડ્રાફ્ટ નિયમોમાં કેન્દ્રએ ઉલ્લેખ કર્યો છે કે “બાળકોના વ્યક્તિગત ડેટા પર પ્રક્રિયા કરતા પહેલા ડેટા એકત્ર કરતી સંસ્થા દ્વારા માતાપિતાની ચકાસણી અને યોગ્ય સંમતિ મેળવવાની રહેશે”.
કોઈપણ ડેટા પ્રોસેસિંગ પ્રવૃત્તિઓ પહેલાં સંમતિ મેળવવી આવશ્યક છે. આનો અર્થ એ છે કે જ્યાં સુધી તેઓ પુષ્ટિ ન કરે કે માતાપિતાએ મંજૂરી આપી છે ત્યાં સુધી સંસ્થાઓ બાળકના વ્યક્તિગત ડેટાનો ઉપયોગ અથવા સંગ્રહ કરવાનું શરૂ કરી શકશે નહીં. ડ્રાફ્ટ નિયમોમાં વ્યક્તિઓની સંમતિ પ્રક્રિયા, ડેટા પ્રોસેસિંગ સંસ્થાઓ અને ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023 હેઠળ સત્તાવાળાઓની કામગીરીને સંબંધિત જોગવાઈઓ મૂકવામાં આવી છે. પરંતુ આ નિયમના ઉલ્લંઘન માટે હાલ કોઈ દંડાત્મક કાર્યવાહી નિર્ધારીત કરવામાં આવી નથી.
ઉપરોક્ત ડ્રાફ્ટ નિયમો 18મી ફેબ્રુઆરી, 2025 પછી ધ્યાનમાં લેવામાં આવશે,” તેમ સરકાર દ્વારા જાહેર કરાયેલ સૂચનામાં કહેવામાં આવ્યું છે. આ સાથે સરકારે આ નિયમ ને લાગતા વાંધા અને સૂચનો ખુૠજ્ઞદ વેબસાઇટ (વિિંાંત://ળુલજ્ઞદ.શક્ષ) પર 18મી ફેબ્રુઆરી પહેલાં સબમિટ કરવા જણાવ્યું છે.