ઘણા લાંબા સમયથી ગુમ થયેલી વ્યકિત સાથે પરિવાર, મિત્ર કે અન્ય સગાસંબંધીનો કોઈ સંપર્ક જ થયો ન હોય, તો તેવી ગુમ વ્યકિતને મૃત જાહેર કરવા કોઈ ઋઈંછની જર નથી
ગુજરાત હાઈકોર્ટે એક અરજીની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે અને જણાવ્યું છે કે, ૭ વર્ષથી કોઈ વ્યકિત ગુમ હોય અને પરિવાર, મિત્રો કે કોઈ અન્ય સગાસંબંધીઓને સાત વર્ષમાં તેનીકોઈ જાણ જ ન થઈ હોય, તો આવી ગુમસુદા વ્યકિત મૃત જ ગણાય. અને તેઓ મૃતક જાહેર કરવા માટે કોઈ એફઆઈઆરની જરૂર રહેતી નથી.
દઅસલ, અમદાવાદના મણીનગરમાં રહેતો ૨૨ વર્ષિય અરવિંદ ધ્રુવ નામનો એક યુવક વર્ષ ૧૯૭૦માં ગુમ થઈ ગયો હતો. તેના માતા પિતાને માત્ર તે એક જ પુત્ર હોવાથી સંપતિ તેના નામે હતી મણીનગરમાં સ્થિત એક બંગલો તેના પરિવારને વેચવો હતો. પરંતુ અરવિંદ ધ્રુવ ગુમ થવાથી આ શકય બન્યું નહિ. ૧૯૭૦માં તે ગુમ થયા બાદ તેના માતા પિતા એ પોલીસ મથમકાં કોઈ ફરિયાદ પણ નોંધાવી ન હતી.
સંપતિ વેચવા આખરે વર્ષ ૨૦૧૨માં ધ્રુવના પરિવારે સીવીલ કોર્ટમાં અરજી દાખલ કરી અને અરવિંદ ધ્રુવને મૃતક જાહેર કરી બંગલો વેચવાની પરવાનગી આપવા માંગ કરી કોર્ટે આ અરજી રદ કરી અને કહ્યું કે, ધ્રુવને મૃત જાહેર કરી શકાય નહિ કારણ કે તેના માતા પિતાએ ધ્રુવના ગુમ થયા બાદ કોઈ એફઆઈઆર નોંધાવી નથી. સીવીલ કોર્ટનો આ ચુકાદો ધ્રુવના પરિવારે હાઈકોર્ટમાં પડકાર્યો અને અરજી કરી માંગ કરી કે છેલ્લા ૩૮ વર્ષથી ગુમ ધ્રુવને મૃત જાહેર કરવામાં આવે.
આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટના ન્યાયાધીશ જેબી. પારડીવાલાએ કહ્યું કે ઈન્ડીયન એવીડન્સ એકટ મુજબ ૭ વર્ષથી કોઈ વ્યકિત ગુમ હોય, તો તે મૃત જ ગણાય. આટલા સમયથી ગુમ વ્યકિતને મૃત જાહેર કરવા કોઈ એફઆઈઆરની જર નથી.