અંકલેશ્વરથી રાજકોટ આવ્યાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો: આ પહેલાં બે ઝડપાયા’તા

શાળા-કોલેજમાં અભ્યાસ ન કર્યો હોય તેવા અભણને ગ્રેજ્યુએશન કર્યાની બોગસ માર્કશીટ ધાબડી અનેક સાથે લાખોની છેતરપિંડીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા અંકલેશ્ર્વરના શખ્સને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે સદર બજારમાંથી ઝડપી લીધો છે.

શૈક્ષણિકની બોગસ ડીગ્રી કૌંભાડનો 2018માં ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે પર્દાફાસ કરી રાજકોટ અને વડોદરાના શખ્સોની ધરપકડ કરી હતી ત્યારે અંકલેશ્ર્વરના મિતેશ ઘનશ્યામ પટેલ નામનો શખ્સ ફરાર થઇ ગયો હતો અને છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો હતો. ગઇકાલે સાંજે અંકલેશ્ર્વરથી મિતેષ ઘનશ્યામ પટેલ રાજકોટના સદર બજારમાં હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. જે.વી.ધોળા, એએસઆઇ પ્રતાપસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ અશોક કલાલ, દિપકભાઇ ચૌહાણ અને એભલભાઇ બરાલીયા સહિતના સ્ટાફે તેની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.