મન હોય તો માળવે જવાય
શરીર માટે રોજની 1કલાક વ્યાયામ,જિમ,યોગ,ક્રોસ ફિટ રનિંગ સહિતની એક્ટિવિ સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે જરૂરી
આજના ભાગદોડભર્યા જીવનમાં, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ કોઈ મોટા પડકારથી ઓછું નથી. કહેવાય છે કે બીમારીઓથી દૂર રહેવાની શ્રેષ્ઠ દવા સ્વસ્થ જીવનશૈલી છે.
સ્વસ્થ રહેવા માટે યોગ્ય આહારની સાથોસાથ સ્વસ્થ મન હોવું પણ જરૂરી છે. તંદુરસ્ત મન વિવિધ એક્ટિવિટી ની રુચિમાં વધારે રસપ્રચુર શરીરને બનાવે છે ત્યારે શરીર માટે જો વિવિધ વર્કઆઉટની વાત કરવામાં આવે જેવી કે જિમ,રનિંગ, ક્રોસ ફિટ, યોગ જેવી અન્ય ઘણી એક્ટિવિટી કરવાથી શરીરને સંપૂર્ણ સ્વાસ્થય મળી રહે છે.આહારમાં નાસ્તો, લંચ અને ડિનરનો પ્લાન બનાવો. સવારના નાસ્તામાં અને બપોરના ભોજનમાં ભારે આહાર લઈ શકાય, પરંતુ રાત્રે સરળતાથી સુપાચ્ય વસ્તુઓ જ ખાઓ. તમારા આહારમાં શરીર માટે જરૂરી પ્રોટીન, કેલ્શિયમ અને ફાઈબર જેવા પૌષ્ટિક ખોરાકનો સમાવેશ કરો.તાજો, મોસમી અને ઘરે બનાવેલો ખોરાક સૌથી વધુ પૌષ્ટિક છે. તેથી ઋતુ પ્રમાણે ખાવાની વસ્તુઓ પસંદ કરો. શરીરમાં સારા માંસલ જિમની અને ક્રોસ ફિટ જેવી કસરતથી બની શકે છે.રનિંગનું પણ ઘણું મહત્વ છે રોજનું વોકિંગ અને રનિંગ 5થી 10 કિલોમીટર કરવાથી શરીરને સંપૂર્ણ સ્વાસ્થ્ય મળી રહે છે.યોગ કરવાના અનેક ફાયદા છે. નિયમિત યોગ કરવાથી તમારુ દિલ મજબૂત થાય છે. તણાવથી બચો છો. યાદગીરી મજબૂત થાય છે. બીપીની સમસ્યા રહેતી નથી. વજન વધતુ નથી.
આ ઉપરાંત સૌથી જરૂરી વાત તમારા મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. મનુષ્યના સંપૂર્ણસ્વાસ્થ્યમાં જિમ,રનિંગ, ક્રોસ ફિટ, યોગ જેવી અન્ય ઘણી એક્ટિવિટી રોજની 45 મિનિટથી 1 કલાક શરીર માટે કરવી શા માટે જરૂરી છે.અને તેના ફાયદા કેવા મળી રહે છે.આ પાર નો સંપૂર્ણ ચિતાર અબતક દ્વારા સ્વાસ્થ્યને સંલગ્ન વિવિધ નિષ્ણાંતો સાથે ખાસ વાતચીત કરી રજૂ કરાયો છે.
રનીંગ સમયે એક સાઇઝ વધારે શુઝની પહેરવી ઇન્જરી થતી અટકાવે: ઝલક વઘાસિયા
મેરેથોન રનર ઝલક વઘાસીયા એ અબ તક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, હૃદયને કંટ્રોલ કરી વોકિંગ અને રનીંગ કરવું હિતાવહ છે શરૂઆતમાં વોકિંગ કરવી ત્યારબાદ દિન પ્રતિદિન વોકિંગ અને રનીંગને વધારતું રહેવું. રનીંગ સમયે એક સાઇઝ વધારે ના શુઝ પહેરવા જે રનિંગ સમયે કોઈ એજરી આવવા દેતું નથી સારા રનીંગ માટે સમતોલ આહાર પણ જરૂરી છે.
ક્રોસ ફિટ એક્સરસાઇઝ ડાયાબિટીસ રોગને અટકવા ઉપયોગી: અવિનાસ શેઠ
ધ ફીટ બોક્સના અવિનાશભાઈ શેઠે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ક્રોસ ફિટ એક્સરસાઇઝમાં વેઇટ લિફ્ટિંગ કરાવવામાં આવે છે. શરીરમાં સ્ટ્રેનથ અને સ્ટેમિના માટે ફાયદાકારક સાબિત થાય છે.કોઈ પણ ઉંમરની વ્યક્તિ આ એક્સરસાઇઝ થી શ્રેષ્ઠ સ્ટ્રેનથ શરીરમાં મેળવી શકે છે. એક્સરસાઇઝ અને ડાયટ નું સમતોલન કરી તેમજ ક્રોસ ફિટ એક્સરસાઇઝને નિયમિત કરવામાં આવે તો ટાઈપ ટુ ડાયાબિટીસ જેવો રોગને પણ અટકાવી શકાય છે.
બેઠાડા જીવનમાં પોષણ કંટ્રોલ કરી ખોરાક લેવો હિતાવહ: રીમા રાવ
ડાયટીશિયન અને ન્યુટ્રીશયન રિમા રાવએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જાણવ્યું હતું કે,બેઠાડા જીવનમાં પોષણ ક્ધટ્રોલ કરી ખોરાક લેવો એટલો જ મહત્વપૂર્ણ છે.કોઈ એક આહાથી સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત થતું નથી. સીઝન મુજબનો પણ આહાર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. શરીરને સ્વાસ્થ્ય રાખવા ટૂંકા ગોલ બનાવવા જરૂરી અને ખરાબ આદતોને દૂર રાખવી એટલી જ જરૂરી.દિવસના 10થી 12 ગ્લાસ પાણી પીવું હિતાવહ.
માત્ર 10 મિનિટ યોગ શરીરને ઊર્જા પુરી પાડી શકે છે: ડો.હેમાંગ જાની
ડો.હેમાંગ જાનીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, યોગમાં ચાર વસ્તુનું ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે આહાર ઉંઘ સ્વછોશ્વાસની પ્રક્રિયા અને શાંત અને ધનસ મન આ ચાર શરીરની અંદર ઊર્જાના સ્ત્રોત ને પૂરા પાડે છે. વ્યસ્ત જીવનમાં માત્ર 10 મિનિટ પણ યોગા સ્વસ્થ મન રાખે છે. યોગની વિવિધ પ્રાણાયામ થકી શરીરને ઊર્જાનો સંચાર મળી રહે છે જેમાં અનુલોમ-વિલોમ શ્રેષ્ઠ પ્રાણાયામ છે.
જીમમાં કસરત સાથે તંદુરસ્ત મન પણ જરૂરી:વિજય રાઠોડ
બીસ્ટ જિમના વિજયભાઈ રાઠોડએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જાણવ્યું હતું કે, વેઈટ લોસ ની સાથે ઘણી બધી સમસ્યાઓથી જંતા વ્યક્તિઓ જીમમાં આવી એક્સરસાઇઝ કરી શરીરને સ્વસ્થ રાખતા હોય છે. લોકો જ્યારે જીમમાં સીધા જ સાધનો વડે કસરત શરૂ કરે છે તો તેમના મસલ બ્રિક થતા હોય છે પરંતુ જો નિયમિત અને તંદુરસ્ત મન સાથે કસરત કરીએ તો રેગ્યુલર જીમ ની આદત રહે છે.