દિવ્યાંગ મૈત્રી યોજનામાં 11 કરોડ અને વિરાણી બહેરા-મુંગા શાળામાં 50 લાખનું દાન
વિલેપારલે સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે ઋતંભરા કોલેજમાં શાંતિપ્રભા હોલમાં 16 જુલાઇ ના સવારે 9.30 કલાકે સ્પંદન સમારોહ પ્રસંગે પૂ. ધીરગુરુદેવે જણાવેલ કે દિવ્યાંગ વ્યકિતના મનોબળને, નૈતિકબળને ઉંચે લઇ જવું એ સમાજની ફરજ છે. જીવનની સફળતા માટે પીસફુલ, પાવરફુલ અને પોઝીટીવ માઇન્ડ જરુરી છે.
સંઘના યુવા ટ્રસ્ટી ઉમેશ કે. સંઘવીએ આવકાર પ્રવચનમાં કહેલ કે, ગુરુદેવની કૃપાથી ર003માં પારલામાં સૌ પ્રથમ માલિનીબેન કિશોરભાઇ સંઘવી, વૈયાવચ્ચ કેન્દ્રનું નિર્માણ અને આજે દિવ્યાંગજનો માટે નોખું અનોખું આયોજન થવા બદલ ઋણ સ્વીકાર કરી સહુનું સ્વાગત કરેલ.
મા સ્વામીની પ્રેરણા, દિવ્યાંગજન વિશેષાંકની વિમોચન વિધી એમએલએ અમિત સાટમ, વીર જવાન દીપચંદ અને દિવ્યાંગ દીકરીઓના હસ્તે કરાયેલ.
સમારોહ મઘ્યે મુંબઇ અને રાજકોટના દિવ્યાંગોના અભ્યાસ, આરોગ્ય, જરુરી સાધનો માટે ધર્મવત્સલા બીનાબેન અજયભાઇ શેઠ, સાયન તરફથી 11 કરોડનું દાન ઘોષિત કરાતાં સહુ ઝુમી ઉઠયા હતા.
રાજકોટમાં નિર્માણાધીન વિરાણી બહેરા મુંગા શાળાના 10 રૂમ નામકરણમાં મંજુલા મહેન્દ્ર સંગોઇ, શાંતિલાલ મારુ, અમીશા નીરજ વોરા, સ્મિતા મહેન્દ્ર પારેખ, પ્રાણભાઇ વેકરીવાળા:, નિરંજના વીરેન્દ્ર સંઘવી, કિશોર ખાબીયા, મનહરલાલ સી. શાહ, અરુણાબેન મનહરલાલ શાહ (રુબી મિલ્સ) દાતાઓએ લાભ લઇને ઉત્સાહ વધાર્યો હતો.
કારગીલ યુઘ્ધના વીર સૈનિક નાયક દીપચંદે યુઘ્ધની રોમાંચક ઘટના રજુ કરેલ. માલિનીબેન સંઘવી, મુકેશભાઇ કામદાર તરફથી 1,51,000 અર્પણ કરી સન્માન કરેલ.
કવેસ્ટ ફાઉન્ડેશનના ટ્રસ્ટી મંડળનું જાણીતા બીલ્ડર રજનીભાઇ અજમેરાએ સન્માન કરેલ. રજનીભાઇ બાવીસી, વસંત ગલીયા, હરેશ વોરા, બાદલ પંડયા, તારાચંદ ગન્ના, સી.વી. શાહ, અશ્ર્વીનભાઇ મહેતા વગેરે ઉપસ્થિત હતા સૂત્ર સંચાલન જયશ્રીબેન શાહે કરેલ.