ઇજિપ્તની એક કોર્ટે પૉપ ગાયિકા શાયમા અહેમદને બે વર્ષની કેદની સજા કરી છે. આ ગાયિકા એક મ્યૂઝિક વીડિયોમાં ઇનરવેઅર પહેરી કેળું ખાતાં જોવાં મળ્યાં હતાં. ૨૫ વર્ષીય શાયમા અહેમદની ધરપકડ કરવામાં આવી હતી. તેમનો મ્યૂઝિક વીડિયો અશ્લીલતા ફેલાવનારો અને ઉત્તેજક છે તેવો તેમના પર આરોપ છેસ્થાનિક મીડિયાની જાણકારી અનુસાર શાયમાને અશ્લીલ વીડિયો બનાવવા માટે દોષિત જાહેર કરાયાં છે.

કોર્ટે આ વીડિયોના ડાયરેક્ટરને પણ બે વર્ષની સજા સંભળાવી છે અને જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે. જોકે, ધરપકડ થાય એ પહેલાં વીડિયોને લઈને શાયમાએ માફી પણ માગી હતી. અને કહ્યું હતું કે આવું કંઈ થશે અને મારે લોકોના આ પ્રકારના રોષનો સામનો કરવો પડશે. આ ફેસબુક પેજ હવે ડિલિટ કરી દેવાયું છે. શાયમા અહેમદ પોતાના એક મ્યૂઝિક વીડિયોમાં ફળ ખાતા જોવા મળ્યાં હતાં.

આ વીડિયોમાં તેઓ વયસ્ક વિદ્યાર્થીઓના ક્લાસમાં ભણાવી રહ્યાં છે. ઇજિપ્તની જનતા તેમજ સરકારને શાયમાની ફળ ખાવાની રીત અશ્લીલ લાગી. વિરોધ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ તેમનાં કાર્યક્રમો પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.