તે વખતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂએ શ્રી મસાની વિરોધપક્ષના નેતા હોવા છતાં આવા શબ્દો સાથે જેમને બિરદાવ્યા હતા
શ્રી મસાનીએ રાજકોટ માટે ચૂંટાયા બાદ, પોતાના મત વિસ્તારના રેગ્યુલર સંપર્કમાં હોવાની અને લોકોની સમસ્યાઓના ઉકેલ માટે તેમજ રાજકોટ શહેર સહિત સમગ્ર મત વિસ્તારના સર્વાગી વિકાસ માટે અવિરત કામગીરી કરવાની તેમના મતદારોને અને વેપારીઆલમ તેમજ કિસાનો, શ્રમિકોને બાંહેધરી આપી હતી, જેનું તેમણે પાલન કર્યુ હતું. આજે રાજકોટમાંથી લોકસભામાં બે વખત ચૂંટાયેલા એકમાત્ર પારસી સાંસદ સ્વ. મીનુભાઇ મસાનીની પૂણ્યતિથિ છે.
સર્વ પ્રથમ કોંગ્રેસ પક્ષના એક પીઢ અગ્રણી શ્રી જેઠાલાલ જોશીની સામે પેટા ચુંટણી લડયા હતા અને તેમાં ઝળહળતો વિજય મેળવ્યો હતો.
ત્યાર બાદ આવેલી લોકસભાની ચૂંટણી વખતે પણ શ્રી મસાની રાજકોટની બેઠક માટે જ સ્વતંત્ર પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડવા આવ્યા હતા.
તે વખતે કોંગ્રેસ પક્ષે તે વખતના જીલ્લા પંચાયતના પ્રમુખ અને વગદાર પટેલ નેતા શ્રી વલ્લભભાઇ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા.
એમ.આર. મસાની (મીનો મહેર આર. મસાની)
હિન્દુસ્તાનના સર્વ પ્રથમ ગવર્નર જનરલ તરીકે નિમાયેલા અને હિન્દુસ્તાના એક સમયના સર્વોચ્ચ રાજનીતિશ તરીકે પ્રસ્થાપિત થયેલા શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારીની સાથે તેમના જ પ્રમુખ પદે રચાયેલા સ્વતંત્ર પાર્ટીનાના સર્વપ્રથમ મહામંત્રી બનેલા શ્રી એમ.આર. મસાની આ પાર્ટી પ્રથમ વખત સંસદ માટે ચૂંટણી લડી હતી તે શ્રી મસાની રાજકોટ લોકસભા મત વિસ્તારની ચૂંટણી લડવા મુંબઇથી રાજકોટ આવ્યા હતા.
શ્રી વલ્લભભાઇ પટેલની સામે ચૂંટણી જંગ ખેલતી વખતે તેઓ બહારથી આવેલા ઉમેદવાર હોવાનો પ્રચાર કરાયો હતો અને પટેલવાદનો પ્રચાર તો ચરમસીમાએ પહોચ્યો હતો. તેમની સાથે તેમના ધર્મપત્ની શકુન્તલા તેમની સાથે હતા.
સ્વતંત્ર પાર્ટીના આગેવાન નેતાઓ રાજકોટ જીલ્લાની બહારથી અને રાજકોટ જીલ્લામાંથી પ્રચારમાં જોડાયા હતા. શ્રી પ્રમોદભાઇ કલ્યાણી અંબિકા કલોથ અને વેપારી ચેમ્બરના અગ્રણી, જસદણ યુવરાજ શ્રી શિવરાજકુમાર, ધોરાજીના શ્રી ભગવાનજીભાઇ પટેલ (છાડવાવદર વાળા) તેમના પુત્ર (પાછળથી પ્રધાન બન્યા તે) શ્રી જયંતિભાઇ કાલરીયા, શ્રી રતિભાઇ ઉકાભાઇ પટેલ, ખેડૂત અગ્રણી શ્રી માવાણી દંપતિ બન્ને સાંસદો વગેરે સહિત કાર્યકરોની સમર્પિત ફોજ ઉતારી હતી.
મુંબઇના ચુનંદા પત્રકાર બંધુ ભગિનીઓ આ ચૂંટણીને ‘કવર’કરવા આવ્યા હતા.
રાજકોટના શ્રી કાંતિભાઇ લક્ષ્મીદાસ કતિરા, શ્રી મસાનીના ઓફીસ સેક્રેટરી- ચીફ કો.ઓર્ડીનેટર હતા અને પ્રચારને લગતી તેમજ રાજકોટ શહેર અને જીલ્લામાં જુદા જુદા મન વિસ્તારોમાં વ્યાપક સ્તરે ગ્રામ મીટીંગો અને જાહેર સભાઓના આયોજન કરવાની જવાબદારી સંભાળી હતી.
આ ચૂંટણીમાં પ્રચાર માટે રાજકોટના વિશાળ મેદાનમાં હેલિકોપ્ટરનો અને હેલીકોપ્ટરમાંથી ચૂંટણી પ્રચારના ચોપાનિયા અને અન્ય પ્રચાર સાધનોને વરસાદની જેમ ઉપયોગ કરાયો હતો.
રાજકોટની જનતા માટે પ્રથમ વખત આ પ્રકારનો રોમાંચક પ્રચાર જોવા મળ્યો હતો.
ચૂંટણી પ્રચાર વખતે હોંશીલા કેટલાક કાર્યકરોએ રહેવાસીઓના મકાનોની દિવાલો પર લખાણો લખીને ચિતરામણ કરાયા હતા. સ્વચ્છતા અને શિસ્તના હિમાયતી શ્રી મસાનીએ ખાસ માણસોની ટીમ મોકલીને તે રદ કરાવ્યા હતા. અને ચોખ્ખી દિવાલોમાં બદલી નાખ્યા હતા.
શ્રી મસાની લોકોનાં દર્શન માટે જીપમાં બજારોમાં અને લત્તાઓમાં ફર્યા હતા.
શ્રી મસાનીએ પ્રચાર દરમ્યાન ‘સમય’નું ચૂસ્તપણે પાલન કર્યુ હતું. શ્રી મસાનીને કેટલાક લોકો ‘મસાની’ના બદલે શ્રી મસાણી તરીકે સંબોધતા હતા.
શ્રી મસાનીના ચૂંટણી પ્રચાર માટે જયપુરના મહારાણી ગાયત્રીદેવી, શ્રી વલ્લભભાઇ પટેલના સુપુત્ર શ્રી ડાયાભાઇ પટેલ, શ્રી દાંડેકર, શ્રી ભાઇલાલભાઇ પટેલ સહિત ટોચના નેતાઓ રાજકોટની ભૂમિ પર આવ્યા હતા.
સ્વતંત્ર પક્ષ તેની સ્થાપના પછી પ્રથમ વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડયો હતા અને માતબર વિજય મેળવ્યો હતો.
શ્રી મસાનીએ તેમના વ્યકિતત્વની જબરી છાપ ઊભી કરી હતી અને કલ્પનાનીતી કિર્તિ પામ્યા હતા.
શ્રી મસાની નાણાશાસ્ત્રી હતા અને તાતા ગ્રુપની તમામ (પપ) કંપનીઓમાં આર્થીક સલાહકારની ભૂમિકા ભજવી હતી.