‘અબતક’ના સંગથે
દેવાયતભાઇ ખવડ, આશીતભાઇ જેરીયા સહિતના કલાકારો ‘અબતક’ના બન્યા મહેમાન
શહેરના અર્વાચિન રાસોત્સવમાં સુરભી રાસોત્સવે ૧૨ વર્ષ પુરા કર્યા છે અને આ વર્ષે પણ સુરભી રાસોત્સવનું જાજરમાન આયોજન કરાયું છે. ભવ્યાતિ ભવ્ય રાસોત્સવ માટે આજે આયોજકો સાથે કલાકારો ‘અબતક’ના આંગણે પધાર્યા હતા. સતત ૧૨ વર્ષથી આયોજીત રાસોત્સવની વાતો આયોજકોએ વાગોડી હતી. સુરભી રાસોત્સવનું આ વર્ષે કયાં પ્રકારનું આયોજન કરાયું છે તે અંગે વિજયસિંહ વાળાએ જણાવતા કહ્યું હતું કે, ૨૦૦૮માં માત્ર અમે બે મિત્રોએ અર્વાચીન રાસોત્સવનું આયોજન કર્યું હતું. આટલા વર્ષોની સફળતા માટે તેઓએ ટીમ વર્કને મુખ્ય ગણ્યું છે. સુરભી રાસોત્સવમાં તેઓએ ખાસ બાઉન્સર સિક્યોરીટી, ડિસીપ્લીન સતત જાળવી છે.
સુરભી રાસોત્સવના મુખ્ય આયોજક વિજયસિંહ વાળાએ વધુમાં જણાવ્યું હતું કે, આજથી બાર વર્ષ પહેલા જો પૈસા માટે રાસોત્સવનું આયોજન કર્યું હોત તો કદાચ આજે આટલા સફળ ન હોત. અહીં દરેક ખેલૈયાઓને સેલીબ્રીટી માનવામાં આવે છે. આ વખતે સુરભી રાસોત્સવમાં ખ્યાતનામ દેવાયતભાઈ ખવડ, આશિતભાઈ જેરીયા સહિતના કલાકારો ખેલૈયાઓને ઝુમાવવા સજ્જ થયા છે. ચાલુ વર્ષે વરસાદની પણ સંભાવના હોય તેને ધ્યાનમાં લઈ રેઈન ગરબા કરવા સુધીની તૈયારી પણ દર્શાવાઈ છે. સુરભી રાસોત્સવના હજારો પાસ વેંચાય છે તેની સફળતાનું રહસ્ય જણાવતા વિજયભાઈ કહે છે કે, અમારી નિષ્ઠાપૂર્વકની મહેનત તેમજ પાર્કિંગ, પાણી, દરેકની સારી વ્યવસ જાળવવામાં આવે છે. સુરભીમાં ખરેખર ઓડિયન્સની કદર કરાય છે અને પરિવાર તરીકે જોવામાં આવે છે.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન દેવાયતભાઈ ખવડે જણાવ્યું હતું કે, હું ડાયરાની દુનિયામાંથી આવું છું ત્યારે આ મારી પ્રથમ નવરાત્રી છે. આ રાસોત્સવમાં માત્ર ગરબા નહીં દેશભક્તિના ગીતો અને આપણી પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરતી લોકવાયકાઓ પણ ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરશે. આસીતભાઈ જેરીયાએ પણ લેટેસ્ટ સોંગ સાથે રાધાકૃષ્ણના ગીતો ખેલૈયાઓને પીરસવાનું જણાવ્યું હતું. જજે સુરભી રાસોત્સવમાં રમવા આવતા ખેલૈયાઓનું સીલેકશન કરવાનું ઘણુ ડિફીકલ્ટ જણાવ્યું હતું. આ ઉપરાંત સ્ટેમીના, એકસ્પ્રેશન, ડ્રેસ વગેરે ધ્યાનમાં લેવાતું હોવાતું હોવાનું જણાવ્યું હતું. સારૂ પરર્ફોમન્સ આપનારા ખેલૈયાઓને અહીં ૧૦૦ ટકા ન્યાય મળે છે.